• Home
  • News
  • આલિયા ભટ્ટે 29 વર્ષની ઉંમરમાં દીકરીને જન્મ આપ્યો:ડિમ્પલ કાપડિયા 17 વર્ષે તો નીતુ સિંહ-ભાગ્યશ્રી પણ નાની ઉંમરમાં માતા બની
post

રવીનાએ 21 વર્ષની ઉંમરમાં બે દીકરીઓ છાયા તથા પૂજાને દત્તક લીધી હ

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-07 18:27:49

મુંબઈ: આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો છે. આલિયાએ મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી છે. આલિયાની સાથે પતિ રણબીર કપૂર, સાસુ નીતુ સિંહ, માતા સોની રાઝદાન તથા બહેન શાહિન ભટ્ટ હતા. લગ્નના સાત મહિના બાદ આલિયા 29 વર્ષની ઉંમરમાં માતા બની છે. અલબત્ત, આલિયા પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસ નાની ઉંમરમાં જ માતા બની હતી.

ડિમ્પલ કાપડિયા

વીતેલા સમયની લોકપ્રિય એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાએ 16 વર્ષની ઉંમરમાં સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બીજા વર્ષે એટલે કે 1974માં તેઓ દીકરી ટ્વિંકલ ખન્નાના પેરેન્ટ્સ બન્યા હતા.

નીતુ સિંહ

નીતુ સિંહે 21 વર્ષની ઉંમરમાં રિશી કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના બીજા જ વર્ષે નીતુએ દીકરી રિદ્ધિમાને જન્મ આપ્યો હતો. 1982માં નીતુ-રિશી દીકરા રણબીરના પેરેન્ટ્સ બન્યા હતા. દીકરીના જન્મ સમયે નીતુની ઉંમર 22 વર્ષની હતી.

ભાગ્યશ્રી

'મૈંને પ્યાર કિયા' ફિલ્મથી લોકપ્રિય થયેલી ભાગ્યશ્રીએ 22 વર્ષની ઉંમરમાં દીકરા અભિમન્યુ દસાનીને જન્મ આપ્યો હતો. 'મૈંને પ્યાર કિયા' બાદ ભાગ્યશ્રીએ 21 વર્ષની ઉંમરમાં 1990માં હિમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા.

કાજોલ

કાજોલે 29 વર્ષની ઉંમરમાં દીકરી ન્યાસાને જન્મ આપ્યો હતો. કાજોલે 1999માં અજય દેવગન સાથે લગ્ન કર્યા હતા અને 2003માં દીકરીને જન્મ આપ્યો હતો.

જયા બચ્ચન

વર્ષ 1973માં અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યાના એક વર્ષ બાદ 1974માં દીકરી શ્વેતાને જન્મ આપ્યો હતો. આ સમયે જયાની ઉંમર 26 વર્ષની હતી. 2 વર્ષ બાદ દીકરા અભિષેકનો જન્મ થયો હતો.

સારિકા

શ્રુતિ હાસનનો જન્મ 1986માં થયો હતો. તે સમયે તેની માતા સારિકાની ઉંમર 26 વર્ષની હતી. માતા બન્યાના બે વર્ષ બાદ સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા.

નીના ગુપ્તા

નીના ગુપ્તાએ 1989માં દીકરી મસાબા ગુપ્તાને જન્મ આપ્યો હતો. નીના ગુપ્તા તથા વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવયન રિચર્ડ્સની દીકરી મસાબા છે. બંનેએ લગ્ન કર્યા નથી. નીનાએ લગ્ન વગર જ દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે નીનાની ઉંમર 30 વર્ષની હતી. નીનાએ સિંગલ મધર બનીને દીકરીનો ઉછેર કર્યો હતો.

કરિશ્મા કપૂર

90ના દાયકાની ટોચની એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2005માં દીકરી સમાયરાને જન્મ આપ્યો હતો. તે સમયે એક્ટ્રેસની ઉંમર 31 વર્ષની હતી. કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. જોકે, બંને 2016માં અલગ થઈ ગયા હતા. કરિશ્માને દીકરો કિઆન રાજ કપૂર છે. કરિશ્મા સિંગલ મધર બનીને બંને બાળકોને ઉછેરી રહી છે.

રવીના ટંડન

રવીનાએ 21 વર્ષની ઉંમરમાં બે દીકરીઓ છાયા તથા પૂજાને દત્તક લીધી હતી. તે સમયે રવીના અનમેરિડ હતી. રવીનાએ 2004માં બિઝનેસમેન અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. 2005માં રવીનાએ દીકરી સાશાને જન્મ આપ્યો હતો. આ સમયે રવીનાની ઉંમર 31 વર્ષની હતી.

adv

Related News

post
post
post
post
post
post
post