• Home
  • News
  • આલિયા ભટ્ટની ડિલિવરી નવેમ્બરમાં થાય તેવી શક્યતા:એક્ટ્રેસ બહેનના જન્મદિવસની આસપાસ બાળકને જન્મ આપી શકે છે
post

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ચાર નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 17:40:02

આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આલિયાને પ્રેગ્નન્સીના છેલ્લા દિવસો જાય છે. આલિયાએ ડિલિવરી માટે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નામ નોંધાવ્યું છે. હવે એવી ચર્ચા છે કે આલિયા બહેન શાહીનના જન્મદિવસની આસપાસ ડિલિવરી કરાવી શકે છે.

20થી 30 નવેમ્બરની વચ્ચે ડિલિવરી થાય તેવી શક્યતા
'
ઇ ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, આલિયાની ડિલિવરી 20-30 નવેમ્બરની વચ્ચે થઈ શકે છે. આટલું જ નહીં એવું પણ કહેવાઈ રહ્યું છે કે ડિલિવરી ડેટ આલિયાની બહેન શાહીનના જન્મદિવસની આસપાસ હોઈ શકે છે. શાહીનનો જન્મદિવસ 28 નવેમ્બરના રોજ છે. જો આલિયાની ડિલિવરી 28 નવેમ્બરે થાય તો માસી ને બાળકનો જન્મદિવસ એક જ રહેશે.

5 ઓક્ટોબરે સિમંત યોજાયું હતું
પાંચ ઓક્ટોબરના રોજ આલિયા ભટ્ટના બાંદ્રા સ્થિત ઘરમાં સિમંત યોજાયું હતું. સેરેમનીમાં આલિયા ભટ્ટના નિકટના મિત્રો તથા કપૂર-ભટ્ટ પરિવાર સામેલ થયો હતો. આલિયાએ સો.મીડિયામાં સિમંતની તસવીરો શૅર કરી હતી.

27 જૂનના રોજ પ્રેગ્નન્સીની જાહેરાત કરી
27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો.

14 એપ્રિલના રોજ લગ્ન થયા
રણબીર તથા આલિયાએ આ વર્ષે 14 એપ્રિલના રોજ મિત્રો ને પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

4 નવેમ્બરના રોજ 'બ્રહ્માસ્ત્ર' ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' ચાર નવેમ્બરના રોજ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post