• Home
  • News
  • અમદાવાદમાં એમ્બ્યુલન્સો અટવાઈ:108નો રિસ્પોન્સ ટાઇમ 3થી 4 મિનિટથી વધીને દોઢ-પોણાબે કલાકે પહોંચ્યો, સિવિલ બહાર 45 એમ્બ્યુલન્સની લાઇન લાગી
post

દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી સાઇકલ ખોરવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-15 11:53:42

શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે, આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોવાથી 108નો રિસ્પોન્સ ટાઇમ 3થી 4 મિનિટથી વધીને દોઢથી પોણાબે કલાકનો થયાનું 108નાં સૂત્રો જણાવે છે. અગાઉ 108 દ્વારા હેન્ડલ કરાતાં કુલ ઇમર્જન્સી કેસમાં 20 ટકા કેસ કોવિડના હતા, હાલમાં શહેરમાં કોરોના કેસ વધતાં પ્રમાણ 50 ટકા થયું છે. એમાંય 700થી 800 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલોમાં 1 હજાર દર્દી પહોંચાડાતા હોવાથી હોસ્પિટલ દ્વારા દર્દીને દાખલ કરવા માટે વોર્ડમાં વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી અડધોથી પોણો કલાક રાહ જોવી પડે છે, એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગતી હોવાથી બીજા દર્દીને લેવા જવાની સાઈકલ ખોરવાઈ ગઈ છે.

કોરોનાના રોજના 20% કેસનું પ્રમાણ 50%એ પહોંચી ગયું
પહેલાં 108ને મળતાં કુલ ઇમર્જન્સી કેસોમાંથી 20 ટકા કેસ કોવિડના હતા, સંક્રમણ વધતાં આ કેસ વધીને 50 ટકાએ પહોંચ્યા છે. હોસ્પિટલમાં 700થી 800 બેડની કેપિસિટી સામે 1 હજાર કેસ આવતાં હોસ્પિટલ દ્વારા દર્દી માટે વોર્ડમાં જગ્યા કરવાથી લઈને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરે ત્યાં સુધી રાહ જોવી પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post