• Home
  • News
  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને અવગણી ભારત આવી રહ્યા છે, ચિંતિત ઇમરાન કહે છે- ટ્રમ્પ પાકિસ્તાન જરૂર આવશે
post

ઇમરાનનો પ્રયત્ન, આવતાં-જતાં થોડી વાર માટે ટ્રમ્પ પાકિસ્તાનમાં રોકાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-21 09:55:25

ઇસ્લામાબાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસે આવી શકે છે. સમાચારથી પાકિસ્તાનમાં હલચલ મચી ગઇ છે. ખાસ કરીને વડાપ્રધાન ઇમરાન ખાન તેનાથી બહુ પરેશાન દેખાઇ રહ્યા છે કારણ કે તેઓ ભરપૂર કોશિશ કરી રહ્યા છે કે ટ્રમ્પ ભારત આવતા-જતાં પાક.માં થોડી વાર માટે પણ રોકાઇ જાય પરંતુ એવું થશે તે દેખાઇ રહ્યું નથી


નામ છાપવાની શરતે કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે ઇમરાન ખાન વધુ એટલા માટે ચિંતિત છે કે તેઓ વડાપ્રધાન બન્યા પછીથી ટ્રમ્પને પાક.માં બોલાવવાના પ્રત્યનો કરી રહ્યા છે. જ્યારે અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે વાતની સંભાવના બહુ ઓછી છે. ઇમરાનના એક વિશ્વાસુએ જણાવ્યું કે ટ્રમ્પ પાક.માં નહીં રોકાય તેનાં ઘણાં કારણો છે. ઉપરાંત સુરક્ષાના મુદ્દે પણ ટ્રમ્પ પાક.માં રોકાવાથી બચી રહ્યા છે. વાત ઇમરાનને કહી દેવાઇ છે.


તો 14 વર્ષમાં પહેલી વખત થશે કે કોઇ અમેરિકી પ્રમુખ પાક.ના લોકશાહી શાસનમાં પહોંચ્યા હોય

નિષ્ણાતો મુજબ ઇમરાન ખાન આજકાલ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને મોરચે ભયંકર દબાણમાં છે. પાકિસ્તાનમાં મોંઘવારીમાં વધારો, અર્થતંત્રની ખરાબ હાલત, બેરોજગારી વધવી અને જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવો જેવા મુદ્દે ઇમરાન નિષ્ફળ રહ્યા છે. જ્યારે કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય મોરચે પણ તેઓ મુસ્લિમ દેશો અને વિશ્વ બિરાદરીને પોતાના પક્ષમાં લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી ટ્રમ્પનું ભારત જવું અને પાક. જવું તેમને આંચકો આપી શકે છે. જોકે સૂત્રોનું કહેવું છે કે ઇમરાને ભરોસો અપાવ્યો છે કે ટ્રમ્પ જરૂર આવશે અને તેમના આવવાથી પાક.ના અર્થતંત્રને વેગ આપવામાં મદદ મળશે. અમેરિકા સુધી પહોંચ મજબૂત કરવા માટે પાક. સરકારે ગત વર્ષે જુલાઇમાં હોલેન્ડ એન્ડ નાઇટ ફર્મની સાથે કરાર કર્યો હતો. જેનો લાભ તેને મળ્યો નથી.


આમ તો નિષ્ણાત સૂત્રોનું માનવું છે કે જો ટ્રમ્પ આવે તો એવું 14 વર્ષમાં પહેલી વખત થશે કે કોઇ અમેરિકી પ્રમુખ પાકિસ્તાનના લોકશાહી શાસનમાં પહોંચ્યા હોય. અગાઉ પાંચેય પ્રમુખ સૈન્ય શાસનમાં પાકિસ્તાન આવ્યા હતા. હવે સૌની નજર એના પર છે કે શું ટ્રમ્પ પોતાના મિત્ર ઇમરાનને નિરાશ કરે છે કે તેમની વાત માનશે.

adv

Related News

post
post
post
post
post
post
post