• Home
  • News
  • વરસતા વરસાદ વચ્ચે રાહુલની જનસભા:કર્ણાટકમાં ભારત જોડો યાત્રા દરમિયાન કહ્યું- અમે પ્રેમ ફેલાવવા નીકળ્યા છીએ, અમને કોઈ રોકી શકશે નહીં
post

સોનિયા ગાંધી 6 ઓક્ટોબરે, પ્રિયંકા 7 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 19:40:00

કર્ણાટકના મૈસુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વરસતા વરસાદમાં જનસભાને સંબોધી. ગાંધી જયંતીના અવસર પર, આખા દિવસની મુસાફરી પછી, જ્યારે રાહુલ લોકોને સંબોધવા માટે સ્ટેજ તરફ ચાલ્યા ત્યારે વરસાદ શરૂ થયો. રાહુલે વરસાદ રોકાવાની રાહ ન જોતા સંબોધન ચાલુ રાખ્યું.

રાહુલે કહ્યું- ભલે ગમે તે થઈ જાય, ભારત જોડો યાત્રાને કોઈ રોકી શકશે નહીં. અમારી યાત્રાનો ઉદ્દેશ્ય BJP-RSS દ્વારા ફેલાયેલી નફરત અને હિંસા રોકવાનો છે. ગરમી, વાવાઝોડું અને ઠંડી પણ આ યાત્રા રોકી નહીં શકે. યાત્રા નદીને જેમ રોકાયા વગર કન્યાકુમારીથી કાશ્મીર જશે. આ યાત્રામાં નફરત અને હિંસા જેવી વસ્તુ નહીં જોવા મળે. આમાં માત્ર પ્રેમ અને ભાઈચારો મળશે, જે ભારતના ઈતિહાસ અને DNAમાં છે. ભાજપ અને સંઘ ગમે તેટલી નફરત ફેલાવે, યાત્રા તેને રોકશે અને લોકોને ફરી સાથે જોડવામાં મદદ કરશે.

ગાંધી જયંતી પર રાહુલે કહ્યું- મહાત્મા ગાંધીના પગલે ચાલવું સરળ નથી
રવિવારે રેલી દરમિયાન રાહુલે મહાત્મા ગાંધીને 153મી જયંતી નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. રાહુલ કર્ણાટકના બદનાવલુમાં ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર પહોંચ્યા જ્યાં મહાત્માએ 1927માં મુલાકાત લીધી હતી. અહીં રાહુલે કહ્યું કે સત્તામાં રહેલા લોકો માટે રાષ્ટ્રપતિની વિરાસતને પોતાની હોવાનો દાવો કરવો ખૂબ જ સરળ છે, પરંતુ મહાત્મા ગાંધીના બતાવેલા માર્ગ પર ચાલવું સરળ નથી.

તેમણે કહ્યું કે મહાત્માં ગાંધીએ જેવી રીતે અંગ્રેજ સરકાર સામે લડત લડી હતી, અમે પણ એ લોકોની વિચારધારા વિરુદ્ધ જંગ ખેડી છે જેમણે મહાત્માની હત્યા કરી હતી. આ વિચારધારાએ જ છેલ્લા આઠ વર્ષમાં આપણા દેશમાં અસમાનતા, ભેદભાવ ફેલાયો છે. ખૂબ સંઘર્ષ કરી મળેલી આઝાદીને સમાપ્ત કરી છે.

સોનિયા ગાંધી 6 ઓક્ટોબરે, પ્રિયંકા 7 ઓક્ટોબરે યાત્રામાં જોડાશે
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા અભિયાનમાં જોડાશે. તે 6 ઓક્ટોબરે કર્ણાટકના મંડ્યામાં ભારત જોડો યાત્રામાં જોડાશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ 7 ઓક્ટોબરે આ યાત્રામાં ભાગ લેશે. સોનિયા ગાંધી પ્રથમ વખત આ મુલાકાતમાં ભાગ લેશે, કારણ કે જ્યારે તે શરૂ થઈ ત્યારે તેઓ તબીબી તપાસ માટે વિદેશ ગયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post