• Home
  • News
  • ઓલિમ્પિક ક્વોલિફાયર પહેલા અમિત પંઘલ 52 કિલો કેટેગરીમાં નંબર-1 બોક્સર બન્યો, 11 વર્ષ પછી ભારતીય પ્રથમ સ્થાને
post

બોક્સિંગ ટાસ્ક ફોર્સ દ્વારા જાહેર કરેલા રેન્કિંગમાં અમિત પંઘલના 420 પોઈન્ટ્સ, મહિલાઓમાં મેરીકોમ 225 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:49:16

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર અમિત પંઘલ (52 કિલો) ઓલિમ્પિક ક્વોલિફાયર પહેલા વર્લ્ડ નંબર 1 બોક્સર બન્યો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના બોક્સિંગ ટાસ્ક ફોર્સે ગુરુવારે રેન્કિંગ જાહેર કર્યું. તેમાં પંઘલ 420 પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. ટાસ્ક ફોર્સ બોક્સિંગનું મેનેજમેન્ટ કરી રહ્યું છે. એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર આવતા મહિને જોર્ડનના ઓમાનમાં રમાશે. 24 વર્ષીય પંઘલ 11 વર્ષ પછી ટોચના સ્થાને રહેનાર ભારતીય બન્યો છે. તેની પહેલા વિજેન્દર સિંહ 2009માં 75 કિલો કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 બોક્સર બન્યો હતો. ત્યારે તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતીને સિદ્ધિ પોતાના નામે કરી હતી.

પંઘલે કહ્યું- નંબર 1 બનવાથી આત્મવિશ્વાસ વધ્યો
પંઘલ સિદ્ધિ મેળવીને ઘણો ખુશ છે. તેણે કહ્યું કે, અલગ લાગણી છે અને મારા માટે બહુ મહત્ત્વનું છે. કારણકે આના લીધે ક્વોલિફાયરમાં પણ ફાયદો થશે. વર્લ્ડ નંબર 1 બોક્સર બનવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. મારો પ્રયત્ન રહેશે કે પહેલા ક્વોલિફાયરમાં ઓલિમ્પિક માટે સ્થાન પાક્કું કરું. પંઘલ છેલ્લા 2 વર્ષથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે 2018માં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. તેમજ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

મેરીકોમની હરીફ ઝરીન 22મા સ્થાને
મહિલાઓની રેન્કિંગમાં 6 વારની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરીકોમ 51 કિલોની કેટેગરીમાં પાંચમા સ્થાને છે. ગયા વર્ષે બ્રોન્ઝ જીતનાર મેરીકોમના 225 પોઈન્ટ્સ છે. જ્યારે નિખત ઝરીન 75 પોઈન્ટ્સ સાથે 22મા સ્થાને છે. મેરીકોમે તેની દિલ્હીમાં રમાયેલી ફાઇનલ ક્વોલીફાયર્સમાં હરાવી હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post