• Home
  • News
  • અમિત શાહ 3-દિવસના J&K પ્રવાસે:રાજૌરીમાં શાહે કહ્યું- 70 વર્ષ સુધી 3 પરિવારોએ રાજ કર્યું, હવે 30 હજાર લોકો પાસે છે શાસન કરવાનો અધિકાર
post

ગૃહમંત્રીના જમ્મુ- કાશ્મીરના પ્રવાસ પહેલા 28 સપ્ટેમ્બરે ઉધમપુરમાં 8 કલાકના અંદર બે બસોમાં બ્લાસ્ટ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 18:06:30

શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી જમ્મુ-કાશ્મીરના 3 દિવસના પ્રવાસે છે. ગૃહમંત્રી અમિત શાહ રાજૌરીમાં રેલીને સંબોધન કર્યું છે. શાહે કહ્યું- 3 પરિવારોએ જમ્મુ-કાશ્મીર પર 70 વર્ષ સુધી શાસન કર્યું. લોકશાહીને માત્ર પોતાના પરિવારની જ બનાવી લીધી હતી. ત્રણ પરિવારોએ લોકશાહી અને પેઢીઓ સુધી શાસન કરવાનું બનાવી દીધુ હતુ.

શાહે વધુમાં કહ્યું- પહેલા જે અધિકાર 3 પરિવાર પાસે હતો, આજે 30 હજાર લોકોને તે અધિકાર મળ્યો છે. રેલીમાં મોદી-મોદીના નારા એ લોકો માટે જવાબ છે, જેઓ કહેતા હતા કે કલમ 370 હટાવી દેવામાં આવશે તો આગ લાગી જશે અને લોહીની નદીઓ વહેશે. જો કલમ 370 અને 35A હટાવવામાં ન આવી હોત તો જમ્મુ-કાશ્મીરમાં ટ્રાઈબલ રિઝર્વેશન ન મળ્યું હોત.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની મુલાકાતે જમ્મુ પ્રવાસે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમનું સ્વાગત કર્યું હતુ. 4 ઓક્ટોબરની સવારે અમિત શાહે વૈષ્ણો દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. પૂજા કર્યા બાદ રાજૌરીમાં જનસભાને સંબોધી. આ સાથે ત્યાં અનેક વિકાસના પ્રોજેક્ટો પણ શરૂ કરવામાં આવશે.

આ સાથે જ ત્યાં રહેતા પહાડી ભાષી લોકોને અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની જાહેરાત કરી શકાય છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી, હંદવાડા, પૂંછ અને બારામુલ્લામાં પહાડી ભાષી લોકોની મોટી વસ્તી છે. 5 ઓક્ટોબરે તેઓ શ્રીનગરના રાજભવનમાં યોજાનારી બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. શ્રીનગર અને બારામુલ્લામાં વિવિધ પ્રતિનિધિમંડળોને પણ મળશે.

લાંબા સમયથી કરાઈ રહી હતી માંગ
4 લાખથી વધુ પહાડી ભાષી વસ્તી 1965 થી માંગ કરી રહી છે કે તેમને એસટીનો દરજ્જો આપવામાં આવે. જો સૂત્રોનું માનીએ તો, 1965માં, જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા એસટીનો દરજ્જો આપવા માટે કેટલીક જાતિઓની યાદી તૈયાર કરી ભારત સરકારને મોકલી હતી, જેમાં ગુર્જર, બકરવાલ અને અન્ય જાતિઓનો સમાવેશ થતો હતો. તે સમયે કોંગ્રેસની સરકાર હતી.

શાહ ઉપરાજ્યપાલ સાથે બેઠક કરશે
અમિત શાહ 4 ઓક્ટોબરે સાંજે શ્રીનગરમાં ભાજપના અનેક નેતાઓને મળશે. શ્રીનગરમાં શાહ ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રની પોલીસ, CAPF અને ગુપ્તચર એજન્સીઓ ના વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.

શાહના પ્રવાસના 5 દિવસ પહેલા બ્લાસ્ટ થયો હતો
ગૃહમંત્રીના જમ્મુ- કાશ્મીરના પ્રવાસ પહેલા 28 સપ્ટેમ્બરે ઉધમપુરમાં 8 કલાકના અંદર બે બસોમાં બ્લાસ્ટ થયો હતો. પહેલો બ્લાસ્ટ બુધવારે રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી ખાલી બસમાં થયો હતો. જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. બીજો બ્લાસ્ટ ગુરુવારે સવારે 6 બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી ખાલી બસમાં આ ઘટના બની હતી. આમાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post