• Home
  • News
  • અમે નહીં, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું- અમિત શાહ
post

ગૃહમંત્રી અમિત શાહે બુધવારે શિવસેના પર જનાદેશનું અપમાન કરવાનો આક્ષેપ કરતા કહ્યુ કે સરકાર બનવવાનો દાવો રજૂ કરનાર ત્રણેય પાર્ટીએ પોતાના સિદ્ધાંતો અને વિચારાધારાનો ત્યાગ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-28 11:18:25

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે બુધવારે શિવસેના પર જનાદેશનું અપમાન કરવાનો આક્ષેપ કરતા કહ્યુ કે સરકાર બનવવાનો દાવો રજૂ કરનાર ત્રણેય પાર્ટીએ પોતાના સિદ્ધાંતો અને વિચારાધારાનો ત્યાગ કર્યો છે. જનાદેશ વિરૂદ્ધ પહેલા કોણ ગયું? મારા મત અનુસાર શિવસેનાએ સ્પષ્ટ રીતે લોકશાહી વિરૂદ્ધ કામ કર્યું છે. છતાં કોઇએ તેને સવાલ કેમ ન કર્યો?

બીજી તરફ મુંબઇ વિધાનસભાનું બુધવારે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. જેમાં પ્રોટેમ સ્પીકર કાલિદાસ કોલંબકરએ બધા 288 ધારાસભ્યોને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. આ દરમિયાન પત્રકારોએ પુછ્યું કે શું અજીત પવારની સાથે રહેવું ભૂલ હતી? જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, યોગ્ય સમયે હું મારી વાત રજૂ કરીશ. બીજી તરફ અજીત પવારે કહ્યુ કે, હું પહેલેથી NCPમાં જ છું. શું મને કોઇએ પક્ષમાંથી બહાર કાઢ્યો હતો? શું તમે આવી વાત પણ સાંભળી? હું હજુ પણ NCPમાં જ છું. બેઠક બાદ પવારે કહ્યું, મુખ્યમંત્રી ગુરૂવારે શપથ લેશે, મેં અમારા પક્ષના બધા ધારાસભ્યોને કાર્યક્રમ વિશે જણાવી દીધું છે અને તેઓને ત્યાં હાજર રહેવા કહ્યું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post