• Home
  • News
  • અમિત શાહે કહ્યું- ગોળી મારો અને ભારત-પાક મેચ જેવા નિવેદનો ન આપવા જોઈએ, પાર્ટીએ તેની મોટી કિંમત ચુકવી
post

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું- દિલ્હી વિધાનસભા ચૂંટણીના જનાદેશને CAA અને NRCને લઈને ન માનવો જોઈએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-14 11:05:33

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ નેતાઓએગોલી મારોઅનેભારત-પાકજેવા નિવેદન આપવા જોઈએ. શાહે કહ્યું પ્રકારના નિવેદનોની પાર્ટીએ ભારે કિંમત ચુકવી. અમારી પાર્ટીએ પ્રકારના નિવેદનોથી પોતાને દૂર કરી હતી.

અમિત શાહે એક ન્યુઝ ચેનલના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતા. તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન તમારા કેટલાક નેતાઓએ પ્રકારના નિવેદન આપ્યા હતા. દિલ્હી ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રાએ કહ્યું હતું કે 8 ફેબ્રુઆરી એટલે કે વોટિંગના દિવસે દિલ્હીમાં ભારત-પાક મેચ જેવા દ્રશ્યો હતા. કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા અનુરાગ ઠાકુરે એક ચૂંટણી સભામાં ગોળી મારોના નારાઓ લગાવ્યા હતા.

શાંતિપૂર્ણ દેખાવનો અધિકાર, પરંતુ હિસાને સહન કરીશું નહિ

તેમણે કહ્યું- NRCને સમગ્ર દેશમાં લાગુ કરવાને લઈને હજી સુધી સરકારે કોઈ નિર્ણય લીધો નથી. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR)ની પ્રક્રિયા દરમિયાન જો કોઈને પોતાના દસ્તાવેજો બતાવવા હોય તો તે સ્વતંત્ર છે. NRCનો ઉલ્લેખ ભાજપના ચૂંટણી ઢઢેરામાં કરવામાં આવ્યો હતો. શાહે NRC-CAA પર થયેલા દેખાવો પર કહ્યું અમે અહિંસક અને શાંતિપૂર્ણ દેખાવ સહન કરી શકીએ છીએ, જોકે હિંસા અને તોડફોડને સહન કરી શકતા નથી. શાંતિપૂર્ણ દેખાવો લોકશાહીનો અધિકાર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post