• Home
  • News
  • રુટીન ચેકઅપ માટે મંગળવાર રાતથી અમિતાભ બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા
post

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-18 10:08:30

મુંબઈ: બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને છેલ્લા ત્રણ દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રુટીન ચેકઅપ માટે તેમને મંગળવારે રાત્રે 2 વાગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી શક્યતા છે. હોસ્પિટલ અને પરિવાર તરફથી હજી કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો કે કેમ અમિતાભ બચ્ચનને દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેઓ રુટીન ચેકઅપ માટે જ દાખલ થયા હોવાનું માનવામાં આવે છે.

નોંધનીય છે કે, અમિતાભ બચ્ચન ઘણી વખત રુટીન ચેકઅપ માટે હોસ્પિટલ જતા હોય છે. વર્ષ 2012માં પણ એક સર્જરીના કારણે તેમને 12 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. અમિતાભને લીવર ઈન્ફેક્શનની સમસ્યા છે. 1982માં ફિલ્મ કુલીના શૂટિંગ દરમિયાન અમિતાભને ઈજા થઈ હતી અને તેમનું ઘણું લોહી વહી ગયું હતું. સ્થિતિ એવી હતી કે ડોક્ટર્સે તેમને ક્લીનિકલી ડેડ જાહેર કરી દીધા હતા. ઘણું લોહી વહી જવાના કારણે એક્સિડન્ટ પછી 200 ડોનર્સ દ્વારા તેમને 60 બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું. તેના કારણે તેઓ બચી તો ગયા પરંતુ તે દરમિયાન એક બીમારી તેમને ઘર કરી ગઈ.

એક ઈન્ટરવ્યુ દરમિયાન બીગ બીએ જ જણાવ્યું હતું કે, એક્સિડન્ટ દરમિયાન મને જે ડોનર્સ દ્વાર લોહી ચડાવવામાં આવ્યું તેમાંથી એક હિપેટાઈટિસ બી હતું. તેના કારણે જ આ રોગ મારા શરીરમાં ઘૂસી ગયો છે. વર્ષ 2000 સુઘી બધુ ઠીક હતું પરંતુ ત્યાર પછી એક સામાન્ય ચેકઅપમાં સામે આવ્યું કે મારા લિવરમાં ઈન્ફેક્શન છે. અમિતાભ માત્ર 25 ટકા લિવરના સહારે જીવે છે. હિપેટાઈટીસ ઈન્ફેક્શનના કારણે તેમનું 75 ટકા લિવર ખરાબ થઈ ચૂક્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post