• Home
  • News
  • અમિતાભ બચ્ચને બીજી આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું, ડૉક્ટરનો આભાર માન્યો
post

અમિતાભ 15 દિવસ પહેલાં પહેલી આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-15 12:16:51

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બીજી આંખમાં પણ મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે. અમિતાભે મહિનાની શરૂઆતમાં પહેલી આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. 78 વર્ષીય અમિતાભે સો.મીડિયામાં બીજી આંખની સર્જરી કરાવી હોવાનું કહ્યું હતું. તેણે ડૉક્ટર હિમાંશુ મહેતાનો આભાર પણ માન્યો હતો.

શું કહ્યું અમિતાભે?

અમિતાભે કહ્યું હતું, 'આ બીજી સર્જરી પણ સારી રહી. અત્યારે સારું છે. રિકવર થઈ રહ્યો છું. મેડિકલ ટેક્નોલોજી તથા ડૉ. એચ એમ મહેતાના હાથમાં નિપુણતા છે. જીવન બદલી નાખનારો અનુભવ. તમે એ જોઈ રહ્યાં છો, જે પહેલાં જોઈ શકતા નહોતા. સાચે જ અદભૂત દુનિયા.'

બ્લોગમાં આ વાત કહી
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં કહ્યું હતું, 'જો આંખની સર્જરી કરાવવામાં થોડું પણ મોડું કર્યું હોત તો અંધાપો આવવાની પૂરી શક્યતા હતા. તેથી જ સલાહ માની અને મોડું થાય તે પહેલાં જ સર્જરી કરાવી લીધી. બીજી આંખ રિકવર થઈ રહી છે. જો હું આ લખી રહ્યું છું તો એનો અર્થ એ થયો કે મને સારું થઈ રહ્યું છે.'

આભાર માન્યો
વધુમાં અમિતાભે ચાહકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ચાહકોની પ્રાર્થના તથા શુભેચ્છા તેમના માટે ઘણી જ મહત્ત્વની છે.

પહેલી આંખની સર્જરી બાદ કહ્યું હતું, ટાઈપિંગમાં મુશ્કેલી પડે છે
પહેલી આંખની સર્જરી કરાવ્યા બાદ અમિતાભે બ્લોગમાં કહ્યું હતું, 'આ ઉંમરે આંખની સર્જરી ઘણી જ નાજુક તથા ઘણી જ સારસંભાળ માગી લેતી હોય છે. બેસ્ટ થયું છે અને આશા છે કે બધું સારું રહેશે. આંખોની દૃષ્ટિ તથા રિકવરી ઘણી જ સ્લો છે અને મુશ્કેલીથી ટાઈપ થઈ શકે છે. ભૂલો પડે તો માફ કરજો. હાલમાં મને ગેરી સોબર્સ જેવી લાગણી થાય છે. ગેરી સોબર્સ વેસ્ટ ઈન્ડીઝનો મહાન ક્રિકેટર છે. તેની પોતાની એક ક્રિકેટ સ્ટોરી છે. સમય મળે ત્યારે આ સ્ટોરીની વાત શૅર કરીશ. આ ક્રિકેટર સ્ટોરી મેં સાંભળી હતી, પરંતુ એ ઓથેન્ટિક છે કે નહીં એ મને ખ્યાલ નથી. શા માટે રાહ જોવી, અત્યારે જ વાત કરું...'

'મને એક શબ્દ ત્રણ-ત્રણ વાર દેખાય છે'
બિગ બીએ કહ્યું હતું, 'ક્રિકેટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝ સારી સ્થિતિમાં નહોતું અને એ મેચ હારી જાય એમ હતું. ગેરી સોબર્સ ડ્રેસિંગ રૂમમાં હતો અને તેણે પોતાની ટીમની સ્થિતિ અંગે ખ્યાલ હતો. તેણે રમની બોટલ ખોલી અને થોડુંક પીધું...તેનો વારો આવ્યો અને તેણે ફાસ્ટેસ્ટ સદી ફટકારી દીધી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે કેવી રીતે આમ કર્યું...તો તેણે જવાબ આપ્યો હતો કે તેમને ત્રણ ત્રણ બોલ દેખાતા હતા અને એ વચ્ચેના બોલને મારતો હતો...! બસ મારી આંખની પરિસ્થિતિ પણ અત્યારે કંઈક આવી જ છે. મને એક અક્ષર ત્રણ-ત્રણ વાર દેખાય છે અને હું મિડલ બટન પ્રેસ કરું છું.'

નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે
અમિતાભે આગળ કહ્યું હતું, 'તમામને મારો પ્રેમ...આંખોની સ્થિતિ ધીમે ધીમે સારી થઈ રહી છે અને હજી એક આંખ બાકી છે તો લાંબી પ્રક્રિયા છે. આશા છે કે બધું સમયસાર સારું થઈ જશે. વિકાસ બહલ સાથે નવી ફિલ્મમાં કામ શરૂ કરવાનું છે. આ ફિલ્મનું કામચલાઉ નામ 'ગુડબાય' છે. આ ફિલ્મના કેટલાક લૂક ટેસ્ટ આપ્યા છે અને હજી કંઈ જ ફાઈનલ થયું નથી.'

કંઈ જ કરી શકતો નથી
અમિતાભે પોતાની અકળામણ વ્યક્ત કરતાં કહ્યું હતું, 'કંઈ જ કર્યા વગર દિવસ પસાર થાય છે. કંઈ જ વાંચી શકતો નથી, કંઈ જ લખી શકતો નથી. જોઈ પણ શકતો નથી. બસ, યાદોને યાદ કરીને બેસી રહ્યો છે. મોટા ભાગે આંખો બંધ જ રહે છે અને મ્યુઝિક સાંભળું છે, પરંતુ આ રીતે સમય પસાર કરવો ગમતો નથી.'

 

adv

Related News

post
post
post
post
post
post
post