કોઇ પણ મંત્રીને નવાં કામો હાથ પર ન લેવાનું ફરમાન, બે રાઇજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર
પટેલ ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા છે, તેથી હવે મંત્રીમંડળના
વિસ્તરણની સંભાવના પાક્કી થઇ ગઇ છે. આગામી રથયાત્રાના તહેવાર બાદ દસથી વીસ જુલાઇની
વચ્ચે ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે.
હાલ તેમના મંત્રીમંડળમાં રહેલાં આઠ સભ્યો પડતાં મુકાઇ શકે છે, જ્યારે નવાં દસ સભ્યો
લેવાઇ શકે છે. પડતા મુકાનારાં મંત્રીઓમાં 6 કેબિનેટ કક્ષાના
મંત્રીઓ હોઇ શકે છે. આ ઉપરાંત રાજ્ય કક્ષાના બે મંત્રીઓને પ્રમોશન મળતાં તેઓ
કેબિનેટ કક્ષાના મંત્રીઓ બનશે. રાજ્યકક્ષાના વર્તમાન ચાર મંત્રીઓ કપાતાં તેમાં છથી
સાત નવાં ચહેરાં આવી શકે છે.
સરકારના સૂત્રોમાંથી
મળતી માહિતી મુજબ પાછલા કેટલાક દિવસોમાં તમામ મંત્રીઓને નવા કોઇ કામ હાથ પર ન લેવા
જણાવી દેવાયું છે. આ સિવાય મંત્રીઓના નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા કેટલાંક
વણવપરાયેલાં બંગલામાં પણ ઘણાં સમયથી સમારકામ ચાલી રહ્યું છે. નવાં મંત્રીમંડળની
શપથવિધી 17 કે 18 જૂલાઇના રોજ થઇ શકે છે.