• Home
  • News
  • અમરેલીના ફિલ્મમેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ની ઓસ્કરમાં ભારતની એન્ટ્રી બની
post

ભારતમાં 14 ઓક્ટોબરે આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 18:50:14

મૂળ અમરેલીના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઑફ એજ ફિલ્મ લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સને પણ પાછળ છોડી દીધી છે. હવે આ લાસ્ટ ફિલ્મ શૉફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા એકેડમી અવૉર્ડ્સયાને કે ઓસ્કર અવૉર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં 14 ઓક્ટોબરે આ છેલ્લો શૉફિલ્મ રિલીઝ થશે.

જ્યુરીએ ગુજરાતી ફિલ્મ પસંદ કરી
સ્વાભાવિક રીતે જ સૌને આશા હતી કે પશ્ચિમના દેશોમાં લોકોને ઘેલું લગાડનારી અને બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડનારી એસ. એસ. રાજામૌલિની મેગ્નમ ઓપસ ફિલ્મ ‘RRR’ની જ ઓસ્કર માટે પસંદગી થશે. તેની સાથે કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપતી અને બોક્સ ઓફિસ પર સરપ્રાઇઝિંગ રીતે સુપરહિટ જનારી વિવેક અગ્નિહોત્રીની અનુપમખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સસિલેક્ટ થવાના પણ નક્કર ચાન્સ હતા. ભારતની ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી બનવા માટે તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ શ્યામ સિંઘા રોયપણ રેસમાં હતી. આ ફિલ્મમાં કીર્તિ રેડ્ડી, સાઈ પલ્લવી, નાની જેવાં સ્ટાર્સ હતાં. જ્યારે મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસિલની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ મલયાંકુંજુપણ ઓસ્કર એન્ટ્રી બનવાની દોડમાં હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ફાઇનલી એક ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉપર પસંદગીનો કળશ ઢોળ્યો.

 

adv

Related News

post
post
post
post
post
post
post