• Home
  • News
  • કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે મહિનાથી એક અમદાવાદી વિના મૂલ્યે લોકોના ઘર-ઓફિસને સેનિટાઈઝ કરે છે
post

પોલીસ સ્ટેશનમાં અને અધિકારીઓમાં ખૂબ જાણીતા છે વ્યક્તિ કે જે વિના મૂલ્યે સેવા કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-28 11:51:25

અમદાવાદ: શહેરમાં લોકડાઉન શરૂ થયું અને કોરોનાના કેસ શરૂ થયા ત્યારથી અમદાવાદના એક વ્યક્તિ કોઈ પણ સ્થિતિમાં લોકોની મદદ માટે પહોંચી જતા હતાં. તેઓ વિના મૂલ્યે લોકોની ઓફિસ,ઘરને સેનિટાઈઝ કરી આપે છે. તેમના એન.જી.ઓ દ્વારા સંખ્યા બંધ લોકોને અનાજ અને કરિયાણાની કીટ આપી છે. જ્યારે હવે લોકોમાં ઉકાળા માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા મુકેશ પટેલ આખા અમદાવાદમાં પોતાની એક્ટિવા લઈને લોકોના ઘર અને ઓફિસ સેનિટાઈઝ કરવા ફરતા હોય છે. અને ખરા અર્થમાં તેઓ લોકોની વિના મૂલ્યે સેવા કરે છે. તેઓનું સ્વ.રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ ચાલે છે. મુકેશ પટેલ દ્વારા લોક કલ્યાણ અર્થે અલગ અલગ પ્રકારના સેવા કાર્યો છેલ્લા પાચ વર્ષથી નિ.શુલ્કને નિ.સ્વાર્થ ભાવે કરવામાં આવે છે. 

સ્વ રંજનબેન રમણલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક અભીયાન હાથ ધર્યુ છે. જે કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહી છે, ત્યારે અમારી ટીમ દ્વારા અમદાવાદમાં ઘર-બંગલા, સોસાયટી, ટાવર, ઓફિસ કે ફેકટરીમાં જઈને ફ્રીમાં 1000 ક્લોરીન બેઝ અને આલ્કોહોલિક બેઝ દ્વારા જંતુનાશક દવાનો છટકાવ કરી કોરોના વાયરસને દુર ભગાડવાનો એક પ્રયત્ન કરવામાં આવે છે.

અમદાવાદની અલગ અલગ જગ્યાઓ જેમકે સીટી મામલતદાર ઘાટલોડિયાની કચેરીમાં અને પોલીસ કમિશનરની કચેરી-સોલા પોલીસ સ્ટેશન અને ત્રણ ચોકીઓ, નારણપુરા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના વાહનો અને આ વિસ્તારમાં આવેલ આશરે 15થી 20 પોલીસ બુથ પણ અને આ તમામ પોસ્ટ ઓફિસ જેમ કે નારણપુરા પોસ્ટ ઓફિસ અને આશ્રમ રોડ, એલિસબ્રિજ, પાલડી, વાસણા, માણેકબાગ, જીવરાજ પાર્ક, ઘાટલોડિયા આ તમામ પોસ્ટ ઓફિસ, પેટ્રોલ પમ્પ, ગુરુ ઘ્વારા એસ.જી.હાઈવે, ઘર, બંગલા, સોસાયટી, ટાવર, અવાસ, ઓફિસ કે ફેકટરી અને બીજી જગ્યાએ નિ.સ્વાર્થ ભાવે દવાનો છટકાવ કરી કોરોના વોરિયર્સ તરીકેની એક ફરજ બજાવીએ છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post