• Home
  • News
  • કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ધો.9થી 12 સુધીનું 8 સપ્તાહનું વૈકલ્પિક કેલેન્ડર જાહેર કર્યુ
post

તે એનસીઈઆરટીનો સિલેબસ ફોલો કરનારા 9માથી 12મા સુધીના તમામ વિદ્યાર્થીઓ પર લાગુ પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:45:22

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે ઉચ્ચતર માધ્યમિક ધોરણો માટે વૈકલ્પિક કેલેન્ડર જાહેર કર્યુ છે. તે આઠ અઠવાડિયાંનું રહેશે. આ કેલેન્ડરને એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાયું છે એટલા માટે તે એનસીઈઆરટીનો સિલેબસ ફોલો કરનારા 9માથી 12મા સુધીના તમામ વિદ્યાર્થીઓ પર લાગુ પડશે.

કોરોનાના કારણે અત્યાર સુધી સ્કૂલો શરૂ થઈ શકી નથી. આ કારણે જ તેનો ઉદ્દેશ્ય ઘરેથી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાનો પ્રયોગ કરવાનું શિક્ષણ આપવાનો છે. આ કેલેન્ડરમાં કળા, શારીરિક વ્યાયામ, યોગ, પૂર્વ-વ્યવસાયિક કૌશલ્ય જેવી પ્રવૃત્તિઓને પણ સામેલ કરાઈ છે. આ કેલેન્ડરમાં સારણીબદ્ધ રૂપે ધોરણ પ્રમાણે અને વિષયવાર પ્રવૃત્તિઓ સામેલ કરાઈ છે. પ્રવૃત્તિઓ ચાર ક્ષેત્રો સાથે સંકળાયેલી છે જેમ કે હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ અને સંસ્કૃત. કેલેન્ડરમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે તણાવ તથા ચિંતાને ઘટાડવાની રણનીતિઓને પણ સામેલ કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post