• Home
  • News
  • વડોદરામાં પહેલો કેસ:ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વૃદ્ધનું મ્યુકોરમાયકોસિસ બાદ મોત નીપજ્યું
post

ત્રણ દિવસ પહેલા નાકમાંથી લોહી નીકળતું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:35:22

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજપીપળાના વૃદ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન મ્યુકરમાયકોસિસ થયા બાદ મોત નીપજ્યું છે. મ્યુકરમાયકોસિસ નામનો ઘાતક રોગ હવે માથું ઊંચકી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં મ્યુકરમાયકોસિસને કારણે 8 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાના અહેવાલ તાજેતરમાં પ્રાપ્ત થયા હતા. પરંતુ હવે વડોદરામાં પણ મ્યુકોરમાયકોસિસથી મૃત્યુ થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

ત્રણ દિવસ પહેલા નાકમાંથી લોહી નીકળતું હતું
શહેરના દાંડિયાબજાર સ્થિત આવેલી હોસ્પિટલમાં 10 દિવસ પહેલા મૂળ રાજપીપળાના વૃદ્ધાને કોરોનાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ત્રણ દિવસ પહેલા તેમના નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઇ ગયું હતું. જેને કારણે તેમના રિપોર્ટ્સ કઢાવવામાં આવ્યા હતા. બાયોપ્સી રિપોર્ટ પરથી વૃદ્ધાને મ્યુકરમાયકોસિસ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. વૃદ્ધાનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

વડોદરામાં આ રોગનો પ્રથમ કેસ
વૃદ્ધામાં મ્યુકરમાયકોસિસના ક્લિનિકલ લક્ષણો પણ જોવા મળ્યા હતા. જેને ધ્યાને લઈને તેમના શરીરના સેમ્પલને એડવાન્સ ચેકીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેના પરથી સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે. વડોદરા શહેરમાં મ્યુકરમાયકોસિસથી મૃત્યુ થવાનો આ પ્રથમ કિસ્સો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post