• Home
  • News
  • આંખ ઉઘાડતો કિસ્સો, મહિલાએ જાહેરમાં બાળક સાથે કરી એવી હરકત, IPS એ સમાજને દેખાડ્યો અરીસો
post

એક સમારોહમાં અનેક લોકોની સામે મહિલા દ્વારા બાળક સાથે છીછરી હરકત કરવાનો વીડિયો સામે આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-14 11:01:16

નવી દિલ્હી: એક સમારોહમાં અનેક લોકોની સામે મહિલા દ્વારા બાળક સાથે છીછરી હરકત કરવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલાએ કરેલા આ વ્યવહારને લઈને સોશિયલ મીડિયામાં ખાસ્સો આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી પણ થઈ રહી છે. જ્યારે આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ મહિલાની આ હરકત પર નારાજગી વ્યક્ત કરતાકહ્યું કે આવામાં બાળકો મહિલાઓની શું ખાખ ઈજ્જત કરતા શીખશે?

બાળકના માતા પિતા પણ જવાબદાર
આ વીડિયો કોઈ સમારોહનો છે જેમાં મહિલા એક બાળકના હોઠ ચૂમી લે છે અને તેની સાથે અશ્લીલ હરકત કરવાની કોશિશ કરે છે. એટલે સુધી કે આ દરમિયાન બાળક પડી જાય છે પણ તે તેને છોડતી નથી. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કાબરાએ લખ્યું કે આ મહિલા સાથે બાળકના વાલીઓ, ઓછી હરકત માટે ઉક્સાવનારા દરેક જણ આ ફૂવડતા માટે સરખા જવાબદાર છે. બાળકોને આવું બધુ શીખવાડવામાં આવશે તો તેઓ મહિલાની ઈજ્જત કરવાનું ક્યાંથી શીખશે?

કાર્યવાહીની માંગણી
આ વીડિયોને સાઈકોલોજિસ્ટ અને પુરુષોના અધિકારો માટે કામ કરતા બિજય સિંહે ટ્વિટર પર શેર કરતા લખ્યું કે 'જો આનાથી ઉલટુ થાત તો શું થાત, તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બસ આ મામલાને ઉલટાવી દો અને આ હરકત જો મહિલા સાથે થાત તો...પરંતુ આભાર કે આવું નથી. કોઈ છે જો આવી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરશે. મને ખબર છે કે તેના વિરુદ્ધ કોઈ અવાજ નહીં ઉઠાવે. આ પાગલપણું છે.'

 

adv

Related News

post
post
post
post
post
post
post