• Home
  • News
  • ટ્રમ્પના 2.60 લાખ શબ્દોનું વિશ્લેષણ, 600 વખત પોતાની પ્રશંસા કરી, 360 વાર બીજાનું શ્રેય લીધુ
post

ટ્રમ્પ 9 માર્ચથી અત્યારે સુધી 2.60 લાખ શબ્દો બોલી ચુક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 09:02:41

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કોરોના અંગે વ્હાઇટ હાઉસમાં બ્રિફિંગ કરે છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના ત્રણ પત્રકારોએ દરેક શબ્દનું વિશ્લેષણ કર્યું છે. ટ્રમ્પ 9 માર્ચથી અત્યારે સુધી 2.60 લાખ શબ્દો બોલી ચુક્યા છે. તેમાં સૌથી વધુ 600 વધુ પોતાની પ્રસંશા કરી ચૂક્યા છે. તેઓ 13 કલાકના ભાષણમાં 2 કલાક આરોપ, 45 મિનિટ પોતાના વખાણ, 25 મિનિટ મીડિયા પર દોષ, 21 મિનિટ ચીન અંગે બોલ્યા છે. કોરોના પીડિતો અંગે તેઓ માત્ર સાડા મિનિટ બોલ્યા.
પીડિતો સાથે જેટલી સહાનુભૂતિ, તેના કરતા ચાર ગણા પોતાના વખાણ

·         ટ્રમ્પે પગલાં લેવામાં વિલંબની કબૂલાત કરવાના બદલે  પોતાને મહાનાયકના ગણાવ્યા.

·         600 વખત પોતાને જ અભિનંદન.

·         400 વાર ગવર્નર્સનો ઉલ્લેખ.

·         360થી વધુ વખત બીજાના કામ માટે પોતાને ક્રેડિટ

·         160 વાર સહાનુભૂતિ વ્યક્ત કરી.તેમાં પણ પોતાના વખાણ કર્યા.

·         110 વાર મુદ્દે બીજા પર આરોપ.

·         આ સ્થિતિ માટે 30 વાર પૂર્વ અધિકારીઓ પર આરોપ લગાવ્યા.

·         પોતાના લિંકન અને રુઝવેલ્ટના સમકક્ષ ગણાવવાનો પ્રયાસ

·         એ જૂઠ બોલ્યા કે ઇમરજન્સી માટે દેશમાં વેન્ટિલેટર નહતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post