• Home
  • News
  • અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલે ગર્લફ્રેન્ડ કૃશા સાથે લગ્ન કર્યા, લાલ કપડાંમાં સુંદર દેખાય છે અંબાણીની નવી પુત્રવધૂ
post

કૃશાએ સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટમાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 12:06:57

મુંબઈ: બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ કૃશા શાહની સાથે લગ્ન કર્યા છે. બંનેનાં લગ્ન રવિવારે થયાં હતાં. બંનેનાં લગ્ન સાથે જોડાયેલા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ફોટામાં અંબાણી પરિવારની નવી વહુ કૃશા શાહ લાલ કપડાંમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કૃશાએ લાલ લેઘાની સાથે હેવી જ્વેલરી પહેરી હતી, જ્યારે વરરાજા અનમોલ સફેદ શેરવાનીમાં જોવા મળ્યા હતા.

અનમોલ અને કૃશાના લગ્નનું સેલિબ્રેશન સનડાઉનર પાર્ટીની સાથે શરૂ થયું હતું. 18 ફેબ્રુઆરીએ કપલની મેહંદી સેરિમની યોજાઈ હતી. એની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. આ સિવાય કૃશા શાહની હલ્દી અને ચૂડા સેરેમનીની તસવીરો પણ બહાર આવી છે.

સનડાઉનર પાર્ટી અને મહેંદી રસમ પછી 19 ફેબ્રુઆરી 2022ના રોજ હલ્દી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃશા શાહની બહેન નૃતિ શાહે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર બહેનની હલ્દી સેરેમનીના ઘણા વીડિયો શેર કર્યા છે. વીડિયોમાં નૃતિ પોતાની બહેનને હળદર લગાવતી દેખાઈ રહી છે. સ્કાઇ બ્લૂ કલરના કુર્તા-પાયજામામાં કૃશા ખૂબ જ સિમ્પલ લાગી રહી છે, જ્યારે તેની બહેન યલો કલરના સૂટમાં દેખાઈ રહી છે.

હલ્દી સેરેમની પછી કૃશા શાહની ચૂડા સેરેમનીની રસમ કરવામાં આવી હતી. નૃતિએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કૃશા ચાદરની નીચે પોતાના બ્રાડ્સમેડ્સની સાથે દેખાઈ રહી છે. તેમણે ફ્લોરલ કલીરા પહેર્યું હતું. આ સિવાય એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં કૃશાને ચૂડો પહેરાવાઈ રહ્યો છે. પિંક કલરના ડ્રેસ અને ફૂલોની જ્વેલરીમાં કૃશા ખૂબ સુંદર લાગી રહી છે.

કૃશા શાહ કોણ છે?
કૃશા શાહ lovenotfear નામથી મેન્ટલ હેલ્થ અવેરનેસ કેમ્પેન ચલાવી રહી છે, જે કોરોના પછીના મનોવૈજ્ઞાનિક ફેરફારો પર આધારિત છે. તે Dyco નામની સંસ્થાની ક્રિએટર અને ફાઉન્ડર છે. કૃશાએ સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટમાં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી કરી છે. તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં બેચલર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અનમોલ અને કૃશા એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં હતાં. થોડા મહિનાઓ પહેલાં જ બંનેએ સગાઈ કરીને પોતાના સંબંધ અંગેનો ઘટસ્ફોટ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post