• Home
  • News
  • અનિલ અંબાણીના પુત્ર અનમોલ અને અંશુલને રિલાયન્સ ઈન્ફ્રાના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા
post

. કંપનીની અગામી એન્યુઅલ જનરલ મિટિંગ સુધી બંને એડિશનલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-10 12:27:57

મુંબઈઃ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે અનિલ અંબાણીના પુત્ર અનમોલ અને અંસુલની ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, બંનેની નિમણૂંક બુધવારથી લાગુ થઈ ગઈ છે. કંપનીની અગામી એન્યુઅલ જનરલ મિટિંગ સુધી બંને એડિશનલ ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળશે. અનિલ અંબાણી રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન અને પ્રમોટર છે.

અનિલ અંબાણીના મોટો પુત્ર અનમોલ(27)એ બ્રિટનની વારવિક બિઝનેસ સ્કૂલમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(એડીએજી)ની બીજીકંપની રિલાયન્સ કેપિટલમાં પહેલેથી જ એક્ઝિક્યુટિવ ડાયરેકટર છે. તે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ(એડીએજી)ની બીજી કંપની રિલાયન્સ કેપિટલમાં પહેલેથી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. ઓગસ્ટ 2016માં તે કંપનીના બોર્ડમાં સામેલ થયા હતા. ત્યારથી ફાઈનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ જોઈ રહ્યાં છે.

અંશુલ અંબાની(24) આ વર્ષે જાન્યુઆરીમાં એડીએજી ગ્રુપ સાથે જોડાયા હતા. તે રિલાયન્સ ઈન્ફ્રાના તમામ ઓપરેશન્સમાં સામેલ છે. તેમણે ન્યુયોર્ક યુનિવર્સિટીના સ્ટર્ન સ્કુલમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે લેફ્ટન્ટ જનરલ(રિ.) સયૈદ અતા હસનૈને(66) સ્વતંત્ર નિર્દેશક તરીકે સામેલ કર્યા છે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો હશે. તેના માટે એજીએમમાં મંજૂરી લેવાની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post