• Home
  • News
  • રાહુલ ગાંધીને વધુ એક ઝટકો : એક મહિનાની અંદર સરકારી બંગલો ખાલી કરવા નોટીસ
post

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:34:07

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમને સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ અપાઈ છે. સંસદનું સભ્યપદ રદ થયા બાદ લોકસભાના ગૃહ સમિતિ દ્વારા તેમનો બંગલો ખાલી કરવા નોટિસ પાઠવી છે. રાહુલ ગાંધી 12 તુગલક લેનમાં આવેલા સરકારી બંગલામાં રહે છે. રાહુલ ગાંધીએ 22 એપ્રિલ સુધીમાં તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે. નોટિસ મુજબ અયોગ્ય જાહેર થયાના એક મહિનાની અંદર રાહુલ ગાંધીએ તેમનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવું પડશે.

રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ કરાયું રદ

ઉલ્લેખનિય છે કે, સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષના સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરાયું છે, જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાહુલ ગાંધીના સભ્ય પદને લઈ લોકસભા સચિવાલય દ્વારા પણ આદેશ જારી કરાયો હતો. રાહુલને સુરતની એક કોર્ટે માનહાની કેસમાં ગુરૂવારે દોષિત ઠેરવીને 2 વર્ષની કેદની સજા જાહેર કરી હતી. રાહુલ પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી સરનેમપર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ મામલામાં ગુજરાતના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરાયો હતો.

રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાએ 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post