• Home
  • News
  • ઇસરોની વધુ એક સફળતા : ઇઓએસ -04 ઉપગ્રહને અવકાશમાં મોકલ્યો
post

હરિકોટા ખાતેથી 80મું ઉડ્ડયન અને પીએસએલવીની ૫૪મી ઉડાન

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-15 10:27:08

નવી દિલ્હી : ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)એ નવા વર્ષમાં પણ સફળ પ્રક્ષેપણ જારી રાખતા પીએસએલવી-સી-૫૨ના માધ્યમ દ્વારા ઉપગ્રહ ઇઓએસ-૦૪ને ભૂસ્થિર કક્ષામાં મોકલવામાં સફળતા મેળવી છે. આ સેટેલાઇટની સાથે બે નાના ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે. તેના માટે ૨૫થી ૩૦ મિનિટનું કાઉન્ટ ડાઉન ચાલ્યું હતું. ઇઓએસ-૦૪ રાડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. તેનું કામ કૃષિ, વૃક્ષારોપણ, માટીમાં ભેજ, પૂરની સંભાવના, જોવાનું, જળ અને હવામાન અંગે જાણકારી મોકલવાનું છે.

આ બે જે નાના ઉપગ્રહોને મોકલવામાં આવ્યા છે તેને કોલોરાડો યુનિવર્સિટી સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.આ ઉપરાંત વધુ એક ઉપગ્રહને ઇસરોમાં જ બનાવાયો છે. આ ઉપગ્રહો દ્વારા આયનમંડલ, સૂર્યની કોરોનીલ ઉષ્માની પ્રતિક્રિયાઓ અંગે રિસર્ચ કરવામાં આવશે. તેના દ્વારા જમીનના તાપમાન અને આદ્રતાની ખબર પડશે.

લોન્ચિંગ થયાના ફક્ત ૧૭ મિનિટ અને ૩૪ સેકન્ડમાં જ ઇઓએસ-૦૪, ઇન્સ્પાયરસેટ-૧ અને આઇએએસટી-ટુટીડી સફળતાપૂર્વક રોકેટથી અલગ થઈને પૃથ્વીથી ૫૨૯ કિ.મી. ઉપર તેમની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ગોઠવાઈ ગયા હતા.

અલગ થયા પછી ઇઓએસ-૦૪ના બે સોલર એરે આપમેળે ગોઠવાઈ ગયા હતા અને ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક(આઇએસટીઆરએસી)એ ઉપગ્રહની ધુરા સંભાળી લીધી હોવાનું કહેવાય છે. સેટેલાઇટ આગામી દિવસોમાં તેમનું અંતિમ કન્ફિગ્યુઅરેશન પૂરુ કરી ડેટા પૂરો પાડવાની શરૂઆત કરશે. 

ઇન્સ્પાયરસેટ-૧  ઉપગ્રહનું વજન ૧,૭૧૦ કિલોગ્રામ છે અને તેની મિશન લાઇફ દસ વર્ષની છે. 

. બે નાના ઉપગ્રહોમાં ઇન્સ્પાયર સેટ-૧ને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી (આઇઆઇએસટી)એ   કોલારોડો બોલ્ડર યુનિવર્સિટી ખાતે એટમોસ્ફિયર એન્ડ સ્પેસ ફિઝિક્સની લેબોરેટરીના સહયોગમાં બનાવ્યો છે. 

તેમા બે સાયન્ટિફિક પેલોડ છે અને તેનું વજન ૮.૧ કિ.ગ્રા. છે. તેનો મિશન કાળ એક વર્ષનો છે. તેનું ધ્યેય આઇનોસ્ફિયર ડાઇનેમિક્સને અને સૂર્યની કોરોનલ હીટિંગ પ્રક્રિયાને સમજવાનું છે. આઇએનએસ-ટુટીડીનું વજન ૧૭.૨ કિ.ગ્રામ છે અને તેનો મિશન કાળ છ મહિનાનો છે. તેના પેલોડ પર થર્મલ ઇમેજિંગ કેમેરા ફિટ કરવામાં આવ્યો છે.

શ્રી હરિકોટા ખાતેથી આ ૮૦મું લોન્ચ મિશન હતું અને પીએસએલવીની આ ૫૪મી ફ્લાઇટ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post