• Home
  • News
  • કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં વધુ એક નેતાની એન્ટ્રી, હવે દિગ્વિજય સિંહ લડશે ચૂંટણી
post

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસ સતત રસપ્રદ બની રહી છે. હવે આ લિસ્ટમાં દિગ્વિજય સિંહનું નામ સામેલ થઈ ગયું છે. તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-28 17:23:32

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સતત નવા નામ સામેલ થઈ રહ્યાં છે. હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નામ પણ આ રેસમાં સામેલ થઈ ગયું છે. તો કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસ સૂત્રોએ આ જાણકારી આપી છે. હાલ અશોક ગેહલોત ચૂંટણી લડશે કે નહીં, તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ નથી. તો શશિ થરૂર સ્પષ્ટ કરી ચુક્યા છે કે તે 30 સપ્ટેમ્બરે સવારે 11 કલાકે અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે. હકીકતમાં રવિવાર પહેલા માનવામાં આવી રહ્યું હતું કે ગાંધી પરિવાર તરફથી અશોક ગેહલોતને અધ્યક્ષ પદ માટે સમર્થન છે અને ચૂંટણીની સ્થિતિમાં તેમને જીત મળશે. 

અશોક ગેહલોતને લઈને મામલો ત્યારે પલટી ગયો, જ્યારે રાજસ્થાનના 82 ધારાસભ્યોએ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા વિરુદ્ધ રાજીનામુ આપી દીધુ. આ સાથે રાજસ્થાનમાં બબાલ શરૂ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ હરકતને ગાંધી પરિવારે પોતાના અપમાન તરીકે જોઈ છે. હાલ આજે સાંજ સુધી અશોક ગેહલોત દિલ્હી પહોંચવાના છે અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ રાજસ્થાનની સ્થિતિ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. 

હકીકતમાં અશોક ગેહલોત ઈચ્છે છે કે જો તે કોંગ્રેસ અધ્યક્ષ બને તો પણ રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા રહે કે પછી તેમના કોઈ વિશ્વાસુને ખુરશી આપવામાં આવે. નોંધનીય છે કે એક તરફ ગેહલોત દિલ્હી જઈ રહ્યાં છે તો સચિન પાયલટ દિલ્હીમાં હાજર છે. કહેવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોતથી ગાંધી પરિવાર ગુસ્સામાં તો છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ મોટું પગલું ભરવા ઈચ્છતું નથી. તેવામાં તેમને રાજી કરવામાં આવી રહ્યાં છે કે તે અધ્યક્ષની ચૂંટણી લડે અને મુખ્યમંત્રીને લઈને નિર્ણય સોનિયા ગાંધી ઉપર છોડી દે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post