• Home
  • News
  • એન્ટિ પેરાસાયટિક ડ્રગથી કોરોનાની કોશિકા માત્ર 48 કલાકમાં ખતમ કરી, કોરોના વિરુદ્ધ જીતની આશા વધી
post

ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના સંશોધકોનું રિસર્ચ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-06 10:37:28

મેલબોર્ન: સમગ્ર વિશ્વમાં ઘાતક રીતે વધી રહેલા કોરોના વાઈરસ સામે જીત મેળવવાની આશા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ લેબમાં એક એન્ટિ પેરાસાઈટ દવા દ્વારા કોરોના વાઈરસને ખતમ કરવા સફળતા મેળવી છે. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને રિસર્ચમાં જણાયું કે પહેલેથી હાજર એન્ટિ પેરાસાઈટિક ડ્રગ કોરોનાને ખતમ કરી શકે છે. વિજ્ઞાનીઓએ પહેલાથી હાજર દવા દ્વારા લેબમાં કોરોનાથી સંક્રમિત કોશિકા 48 કલાકમાં ખતમ કરી હતી. સંશોધકોએ જોયું કે વિશ્વમાં પહેલેથી હાજર એન્ટિ પેરાસાઈટ ડ્રગ એટલે કે પરજીવીઓને મારનારી દવાએ કોરોના વાઈરસને ખતમ કર્યો હતો. આ કોરોના વાઈરસના ઈલાજની દિશામાં મોટી સફળતા હોઈ શકે છે. આથી હવે ક્લિનિક ટ્રાયલનો રસ્તો ખુલી શકે છે.


વાઇરલ 48 કલાકમાં જ ખતમ કરી શકવાની ક્ષમતા
જર્નલ એન્ટીવાઈરલ રિસર્ચમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે આઈવર મેકટિન નામની દવાનો માત્ર એક ડોઝ આપવાથી કોરોના સહિત તમામ વાઈરલ એનઆરએને 48 કલાકમાં ખતમ કરી શકે છે. જો સંક્રમણથી ઓછા પ્રભાવિત થયા હોય તો વાઈરસ 24 કલાકમાં જ ખતમ થઈ શકે છે. આરએનએ વાઈરસ એવા વાઈરસને કહેવાય છે કે જેના જેનેટિક મટિરિયલમાં આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ હોય છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીની કાઈલી વાઘ સ્ટાફે અન્ય વિજ્ઞાની સાથે મળીને કર્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post