• Home
  • News
  • 'અનુપમા' સ્ટેજ પર જર્નલિસ્ટના પગે લાગી, ચાહકોએ કહ્યું- આને સંસ્કાર કહેવાય
post

રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-16 18:23:33

મુંબઈ: ટીવીના લોકપ્રિય શો 'અનુપમા'માં લીડ રોલ રૂપાલી ગાંગુલી પ્લે કરે છે. હાલમાં જ રૂપાલીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં રૂપાલીએ જે પણ કર્યું, ચાહકો તેના ભરપેટ વખાણ કરી રહ્યા છે. રૂપાલી અવૉર્ડ શોમાં જર્નલિસ્ટના પગે લાગી હતી.

રૂપાલીએ જર્નલિસ્ટના ચરણ સ્પર્શ કર્યા
વાઇરલ વીડિયોમાં રૂપાલી ગાંગુલી વરિષ્ઠ જર્નલિસ્ટ ચૈતન્ય પાદુકોણને અવૉર્ડથી સન્માનિત કરે છે. અવૉર્ડ આપ્યા બાદ રૂપાલી જર્નલિસ્ટ ચૈતન્યને પગે લાગી હતી. ચાહકોને રૂપાલીની આ હરકત ઘણી જ ગમી ગઈ હતી.

કોણ છે ચૈતન્ય પાદુકોણ?
ચૈતન્ય પાદુકોણ એન્ટરટેઇનમેન્ટ સેક્ટરના સિનિયર જર્નલિસ્ટ છે. તેમણે આર ડી બર્મન પર એક બુક પણ લખી છે. સેલેબ્સ બોલિવૂડમાં હિટ જાય તે પહેલાં પોતાનો પહેલો ઇન્ટરવ્યૂ ચૈતન્ય પાદુકોણને આપતા હોય છે.

ચાહકોએ રૂપાલીના વખાણ કર્યા
રૂપાલીના આ વર્તનથી ચૈતન્ય પાદુકોણ પણ ઇમોશનલ થઈ ગયા હતા. રૂપાલીનો આ વીડિયો વાઇરલ થયો છે. ચાહકોએ આ વીડિયો પર કમેન્ટ્સ કરતા કહ્યું હતું, 'આને સંસ્કાર કહેવાય.' અન્ય એકે કમેન્ટ કરી હતી કે રૂપાલી ઘણી જ વિનમ્ર છે. તેને સફળતાનો નશો ચઢ્યો નથી. બીજાએ કહ્યું હતું કે ડિરેક્ટર અનિલ ગાંગુલીના ત્યાં રૂપાલીનો જન્મ થયો છે અને તેથી જ તેનામાં આવા સંસ્કાર છે. અન્ય એક યુઝરે કહ્યું હતું કે માણસે હંમેશાં ડાઉન ટુ અર્થ રહેવું જોઈએ.

ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, 'અનુપમા' શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.

ઉલ્લેખનીય છે કે રૂપાલી 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ 1985માં 'સાહેબ' ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2000માં રૂપાલીએ 'સુકન્યા' સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે 2013માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યૂસર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post