• Home
  • News
  • એપલે રૂપિયા 14,500માં સૌથી સસ્તી સ્માર્ટવોચ લોંચ કરી, અત્યાર સુધીનું સૌથી સસ્તુ આઈપેડ પણ રજૂ કર્યું; આઈફોન 12 લોંચ ન કર્યો
post

ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત હેડક્વાર્ટરથી કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:05:49

એપલે તેના 1 કલાકના વર્ચ્યુઅલ 'ટાઈમ ફાઈલ્સ' ઈવેન્ટમાં નવી એપલ વોચ તથા ટેબલેટ લોંચ કર્યું છે. જોકે, જે આઈફોન 12 રાહ જોતા હતા, તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. એટલે કે આ માટે રાહ જોવી પડશે. ઈવેન્ટની શરૂઆત કંપનીના CEO ટિમ કુકે કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત હેડક્વાર્ટરથી કરી. આ પ્રથમ વખત છે કે જ્યારે કંપનીએ વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કર્યું છે.

એપલની આ ઈવેન્ટમાં હજારો ડેવલપર્સ સામેલ થાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને લીધે કંપની વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજશે. જોકે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થયું કે કંપની આ ઈવેન્ટમાં આઈફોન 12 લોન્ચ કરશે કે કેમ.

આ ઈવેન્ટને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે. આ સિવાય કંપનીની વેબસાઈટ www.apple.com/apple-events પર પણ જોઈ શકાશે. આ ઈવેન્ટ કેટલા સમય સુધી ચાલશે તેની પણ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ ડિવાઈસ લોન્ચ થઈ શકે છે

·         દર વર્ષે ઈવેન્ટ પહેલાં જ પ્રોડક્ટ લોન્ચિંગનું પિક્ચર લગભગ ક્લિઅર કટ હોય છે, પરંતુ આ વખતે તેમ નથી. પ્રોડક્ટ લોન્ચિંગ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. લીક રિપોર્ટ અનુસાર, આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6, ન્યૂ આઈપેડ એર 4, એર ટેગ અને આઈફોન 12 લોન્ચ થઈ શકે છે.

·         આઈફોન 12 સિરીઝના 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તેમાં 5.4 ઈંચનો આઈફોન 12, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો મેક્સ, 6.1 ઈંચનો આઈફોન 12 પ્રો અને 6.7 ઈંચનો આઈફોન 12 પ્રો મેકસ સામેલ હશે. કંપની એ વાત કન્ફર્મ કરી છે કે આઈફોન 12નું વેચાણ ઓક્ટોબરથી શરૂ થશે.

·         આ ઈવેન્ટમાં એપલ વોચ સિરીઝ 6 પણ લોન્ચ થઈ શકે છે. તેમાં હાઈલી ડિમાન્ડેડ ફીચર બ્લડ ઓક્સીજન લેવલ મોનિટરિંગ મળી શકે છે. તેમાં સ્લીપ ટ્રેકિંગ ફીચર પણ મળી શકે છે. તેને અપગ્રેડેડ પ્રોસેસર અને ઈમ્પ્રુવ્ડ બેટરી સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

·         કંપની એન્ટ્રી લેવલ વોચ પણ લોન્ચ કરી શકે છે. તેને એપલ SE નામ આપવામાં આવી શકે છે. કંપની SE સિરીઝ હેઠળ બજેટ પ્રોડક્ટ લોન્ચ કરે છે.

1.  એપલની આ ઈવેન્ટમાં યુનિક પ્રોડક્ટ એર ટેગ્સ રજૂ થઈ શકે છે. તે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. આ એક ટ્રેકર ટાઈલ્સ છે, જે ખોવાયેલા ઈલેક્ટ્રિક પ્રોડક્ટ શોધવામાં મદદ કરે છે. તે બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે.

·         એપલ તેનું નવું આઈપેડ એર 4 પણ લોન્ચ કરી શકે છે. તેની ડિઝાઈન આઈપેડ પ્રો જેવી જ છે. જોકે તેની કોઈ વધારે માહિતી સામે આવી નથી.

·         ઈવેન્ટમાં નવાં એરપોડ્સ પણ લોન્ચ થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ એરપોડ્સનું સૌથી સસ્તુ વર્ઝન હશે. આ સિવાય આઈપેડ એર, હોમ પોડ અને એપલ ટીવી સ્ટિમિંગ બોક્સ પણ લોન્ચ થઈ શકે છે.

સૌથી પહેલા એપલ વોચની વાત

·         કુકે સૌથી પહેલા એપલ વોચ અંગે વાત કરી. તેમણે કહ્યું કે આ યૂઝરની તમામ વાતોનું નોટિફાઈ કરે છે. વેધર અને કામ સાથે જોડાયેલ જરૂરી નોટિફિકેશન આપે છે. બીજી બાજુ તેમા ફેવરેટ મ્યૂઝિક પણ સાંભળી શકો છો. તેમા હેલ્થ સંબંધિત ફિચર્સ જેવા કે હાર્ટ મોનીટર, ECG જેવી ફિચર્સ આપવામાં આવે છે.

·         તેમણે એક દ્રષ્ટિહિન વ્યક્તનુંં ઉદાહરણ પણ આપ્યુ છે કે જેમનું જીવન એપલ વોચને લીધે સરળ થઈ ગઈ. કારણ કે વોચ તેને બોલીને કહે છે. તેમણે કેટ, વોઈજે અને જેમ્સ નામના લોકોને લાઈફ કેવી રીતે આ વોચને બદલી દે, તેની નાની-નાની ક્લિપ પણ બતાવી છે.

એપલ વોચ સિરીઝ 3, SE અને સિરીઝ 6 લોંચ

કંપનીએ ઈવેન્ટમાં પોતાની અત્યાર સુધીની સૌથી સસ્તી એપલ વોચ સિરીઝ 3 રજૂ કરી છે. તેની શરૂઆતી કિંમત 199 ડોલર (આશરે 14,500 રૂપિયા) છે. આ ઉપરાંત એપલ વોચ SE પણ લોંચ કરી છે. તેની કિંમત 279 ડોલર (આશરે 20,500 રૂપિયા) છે. એપલ વોચ સિરીઝ 6 પણ લોંચ કરી છે, જેની શરૂઆતી કિંમત 399 (આશરે 29,300 રૂપિયા) છે.

આઈપેડ 4 લોંચ કર્યું

·         પહેલા આઈપેડ 10 વર્ષ અગાઉ લોંચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદથી અત્યાર સુધી કંપની વિશ્વભરમાં 500 મિલિયન (50 કરોડ) આઈપેડનું વેચાણ કરી ચુકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તેના 53 ટકા યુઝર્સ નવા આઈપેડ ખરીદે છે.

·         8માં જનરેશન આઈપેડ 4માં 10.3 ઈંચ રેટિના ડિસ્પ્લે સ્ક્રીન આપી છે. તેમા ફુલ સાઈઝ સ્માર્ટની બોર્ડ મળશે. એપલે તેમા A12 બાયોનિક ચિપનો ઉપયોગ કરે છે. આ સાથે એવો પણ દાવો છે કે જૂના આઈપેડથી 40 ટકાથી વધારે ઝડપી છે. તે એન્ડ્રોઈડ ટેબલેટથી 3X ફાસ્ટર છે.

·         તેમા હાઈ રિજોલ્યુશન ગ્રાફિક્સનો ઉપયોગ થાય છે. આ એપલ પેન્સિલને સપોર્ટ કરશે, જેનાથી યુઝર ક્રિએટિવ કામ કરી શકશે. તે કંપનીના લેટેસ્ટ ipadOS14માં યુઝરને પેન્સિલથી જોડાયેલ અનેક અપડેટ મળશે. તેમા યુઝર પોતાના હેન્ડરાઈટિંગને લખ્યા બાદ કોપી કરી અન્ય એપ પર ડાયરેક્ટ પેસ્ટ કરી શકશે.

·         તેમા 8 મેગાપિક્સલ રિયર કેમેરા, ફેસટાઈમ HD કેમેરા, LTD સપોર્ટ, 10 કલાકની બેટરી બેકઅપ, USB C પાવર એડોપ્ટર, સ્માર્ટ કનેક્ટર જેવા અનેક એડવાન્સ ફિચર્સ મળશે.

·         તેની શરૂઆતી કિંમત 329 ડોલર (આશરે 24,200 રૂપિયા) અને વિદ્યાર્થીઓ માટે 299 ડોલર (આશરે 22000 રૂપિયા) છે. કંપનીએ તેનું બૂકિંગ આજથી શરૂ કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post