• Home
  • News
  • એપલે લોંચ કર્યો આઈફોન 13 અને 13 મિની, જૂના મોડલ કરતાં વધારે બ્રાઈટ ડિસ્પ્લે મળશે, તેની પ્રારંભિક કિંમત રૂપિયા 51400
post

આઈફોન 13માં 6.1 ઈંચ અને 13 મિનીમાં 5.4-ઈંચના ડિસ્પ્લે આપ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-15 09:49:21

એપલની પ્રોડક્ટ લોંચિંગ ઈન્વેન્ટ કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ મંગળવારે રાત્રે 10.30 વાગે (ભારતીય સમય પ્રમાણે) શરૂ થઈ ચુકી છે. વર્ચ્યુઅલી યોજાઈ રહેલી આ ઈવેન્ટની શરૂઆત કેલિફોર્નિયા સોંગ સાથે થઈ હતી. ત્યારબાદ કંપનીના CEO ટીમ કૂકે સૌને આવકાર્યા હતા. સૌથી પહેલા તેમણે એપલ ટીવી પ્લસની વાત કહી હતી. ત્યારબાદ ન્યૂ આઈપેડ અને આઈપેડ મિનિ લોંચ કર્યાં હતા. કૂકે જણાવ્યું હતું કે કેવી રીતે એપલ ટીવી પ્લસે પોતાના ટીવી શોથી લોકોને પોતાની તરફ ખેંચ્યા છે. આ ટીવી પર આવનારા 'The Morning Show'કૂકે પણ પસંદ કર્યો છે.

આઈફોન 13 અને 13 મિનિ લોંચ
એપલે પોતાના નવા આઈફોન 13 સિરીઝના બે મોડેલ આઈફોન 13 અને 13 મિનિ લોંચ કર્યો છે. આઈફોન 13માં 6.1 ઈંચ અને 13 મિનીમાં 5.4-ઈંચના ડિસ્પ્લે આપ્યા છે. આ વધારે એડવાન્સ ડિસ્પ્લે છે. તે વધારે એડવાન્સ્ડ ડિસ્પ્લે છે. આ જૂના મોડલની તુલનામાં 28 ટકા વધારે બ્રાઈટ છે. તેની 1200 નિટ્સ HDR પીક બ્રાઈટનેસ છે.

બે મોડેલમાં એપલ કસ્ટમ OLED સ્ક્રીન આપવામાં આવી છે, જે પાવર સેવિંગનું પણ કામ કરે છે. તે ડોલ્બી વિઝન HDR10 અને HLG સપોર્ટ કરે છે. નવા આઈફોનમાં કંપનીની A15 બાયોનિક ચિપ મળશે. તે 5 nm પાતળો છે. તેમા સિક્સ કોર પ્રોસેસર મળશે. કંપનીએ દાવો કર્યો છે કે તે જૂના મોડેલની તુલનામાં 50 ટકા વધારે ઝડપ ધરાવે છે. તે 30 ટકા ઝડપથી ગ્રાફિક્સને સપોર્ટ કરે છે.

બન્ને ફોનમાં 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યા છે. તે 47 ટકા વધારે લાઈટ કેમેરા આપવામાં આવ્યા છે. તેમા 1.7 માઈક્રોન પિક્સલ મોટો લેંસ મળશે, જેનો અપર્ચર f/1.5 છે. તેમા સેન્સર શિફ્ટ સ્ટેબલાઈઝેશન પણ મળશે. ફોનમાં નવા સિનેમેટિક મોડ મળશે. જેમાં ફિલ્મ જેવા વીડિયો શૂટ કરી શકાશે. તે 5G સ્માર્ટફોન છે,જે 200 કેરિયરને સપોર્ટ કરે છે.

આઈફોન 13ની બેટરી લાઈફ આઈફોન 13 મિનીની તુલનામાં 90 મિનિટ વધારે રહેશે. જ્યારે આઈફોન 13 વર્ષભર જૂના આઈફોન 12ની તુલનામાં 2.5 કલાક વધારે બેકઅપ આપશે. આઈફોન 12 મિનીના 128GB વેરિએન્ટની પ્રારંભિક કિંમત 699 ડોલર (આશરે 51400 રૂપિયા) અને આઈફોન 13ના 128GB વેરિએન્ટની પ્રારંભિક કિંમત 799 ડોલર (આશરે 58800 રૂપિયા) છે.

એપલના નવા આઈપેડ લોંચ
એપલે આઈપેડના નામ ન્યૂ આઈપેડ રાખ્યું છે. તેમા ક્લાસિક આઈપેડ બેજલ્સ મળશે, તેમા 10 લાખથી વધારે એપ હશે. તેમા 12 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ રિયર કેમેરા મળશે. 64GB વેરિએન્ટની કિંમત 329 ડોલર (આશરે 24,226 રૂપિયા) છે. જ્યારે સ્કૂલ સ્ટૂડેન્ટ્સને 299 ડોલર (આશરે રૂપિયા 22,017)માં મળશે.

એપલે આઈપેડ મિની લોંચ કર્યાં

એપલે પોતાના આઈપેડ મિનીને લોંચ કરી દીધા છે. તેને નવી ડિઝાઈન આપવામાં આવી છે અને આ નવી એપલ પેસિંલને સપોર્ટ કરે છે. નવા આઈપેડ મિની વ્યાપક પ્રમાણમાં પ્રો અને એર જેવો દેખાય છે. તેમા લિક્વિડ રેટિના LCD ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તે 500 નિટ્સ બ્રાઈટનેસ, ટ્રુ ટોન, વાઈડ કલરને સપોર્ટ કરે છે. આ મિની આઈપેડમાં કંપનીએ મોટા બેજલ્સ આપ્યા છે. આ મિની આઈપેડમાં કંપનીના આઈકોનિક ટચ બટન મળશે નહીં. આઈપેડ મિનીમાં USB-C પોર્ટ અને 5G મોડમ છે.

તેમા 12 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે,જેને અપર્ચ f/18 છે. આ ફોકસ ફિક્સલ, ટ્રુ ટોન ફ્લેશ, સ્માર્ટ HDR, 4k વીડિયો રેકોર્ડિંગ જેવી વિશેષતાને સપોર્ટ કરે છે. જ્યારે સેલ્ફી માટે પણ તેમા 12 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ કેમેરા આપ્યા છે. આઈપેડ મિનીમાં સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. લોંચિંગ સાથે તેની પ્રી-બુકિંગ પણ શરૂ કરવામાં આવી છે. તેની શરૂઆતની કિંમત 499 ડોલર (આશરે 36700 રૂપિયા) છે. તેનું વેચાણ આગામી સપ્તાહથી શરૂ થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post