• Home
  • News
  • એપલનું નવું પ્રાઈવસી ફીચર : ઈ-મેલના માધ્યમથી કંપનીઓ યુઝરને ટ્રેક નહીં કરી શકે , અણગમતા મેસેજ હેરાન નહીં કરે
post

એપલની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલપર કોન્ફરન્સમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસનું લૉન્ચિંગ

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 11:17:24


ટેક દિગ્ગજ કંપની એપલે તેની વાર્ષિક વર્લ્ડવાઈડ ડેવલોપર કોન્ફરન્સ(ડબ્લ્યુડબ્લ્યુડીસી-2021)માં ઓપરેટિંગ સિસ્ટમ આઈઓએસ 15 લોન્ચ કરી દીધી છે. નવું વર્ઝન આઈફોન 6એસ અને અપડેટ મોડલોમાં કામ કરશે. આઈફોન એસઈ ફર્સ્ટ જનરેશન અને 7મી જનરેશનના આઇપેડ ટચમાં પણ તે કામ કરશે. એપલે પ્રાઈવસી ફીચર્સની જાહેરાત કરી છે. આ ફીચર્સમાં યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રખાઈ છે. તેનાથી ટ્રેકિંગ કરનારી કંપનીઓને તકલીફ પડી શકે છે. જાણો 2021માં નવા આઈફોનમાં યુઝર્સને કયા ફીચર્સ મળવા જઈ રહ્યાં છે...

1. ફેસટાઈમ એક્સેસ એન્ડ્રોઈડ, વિન્ડોઝ પર : ફેસટાઈમ અપડેટમાં સ્પેટિયલ ઓડિયો અને કોલ ફીચર શિડ્યૂલ જોડાયા છે. તે એન્ડ્રોઈડ તથા વિન્ડોઝ ડિવાઈસના બ્રાઉઝર પર પણ એક્સેસ થઈ શકે. શેર પ્લે ફીચર પણ હશે.
2.
લાઈવ ટેક્સ્ટ : આ ફીચર કેમેરા એપના માધ્યમથી ફોટામાં ટેક્સ્ટની ઓળખ માટે એઆઈનો ઉપયોગ કરશે. લાઈવ ટેક્સ્ટ યુઝર્સને રેસિપી કે ઈન્સ્ટ્રક્શનના ફોટાને ટાઈપ કર્યા વિના ડિજિટાઈજિંગ ટેક્સ્ટમાં બદલવા દેશે. તે 7થી વધુ ભાષાઓને ઓળખી શકશે.
3.
સીરી ઓફલાઇન પણ કામ કરશે : એપલનું વૉઈસ આસિસ્ટન્ટ ઓફલાઈન મોડમાં પણ મદદ કરશે. ઉપરાંત જગ્યાની ઓળખ અને ગેલેરીમાં હાજર વસ્તુઓની ઓળખ કરવામાં મદદ કરશે. એપલ મેપ્સની ઉપયોગિતા વધશે.
4.
મેલ પર ટ્રેકર્સ બ્લૉક થશે : એપલ મેલ એપ પર ઈ-મેલ ટ્રેકર્સનો ઉપયોગ એ જણાવવા માટે કરાય છે કે યુઝરે મેલ ખોલી લીધો છે. તેનાથી કંપનીઓને ખબર પડે છે કે તમે તેમના ન્યૂઝલેટર, મેલ વગેરે વાંચી રહ્યા છો કે નહીં.
5.
તસવીરોમાં મ્યુઝિક સપોર્ટ : અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ મેમરીઝ જોડાયું છે. મ્યુઝિકના ફોટા સાથે જોડવા સંભવ થશે. યુઝર પ્રસંગ અનુસાર મ્યુઝિક પસંદ કરી શકશે.
6.
નોટ્સ એપમાં નવા ટેગ : નોટ્સ એપમાં હવે યુઝર્સ દ્વારા બનાવાયેલા ટેગ ઉમેરી શકાશે. તેનાથી નોટ્સનું વર્ગીકરણ સરળ બનશે. જેમને નોટ્સ શેર કરશો, તેમને સૂચના મોકલશે.
7.
નોટિફિકેશન સુધરશે : યુઝર્સ હવે ડેડિકેટેડ મોડ સેટ કરી શકે છે જેથી વારંવાર મેસેજ પરેશાન ન કરે. ફક્ત જરૂરી મેસેજ આવતા રહેશે.
8.
વેધર એપ : યુઝર્સને હવા, યુવી અને બેરોમીટર પ્રેશર ડેટા સમજવામાં સરળતા રહેશે. વરસાદ, એર ક્વૉલિટી પણ હવે નવા લેઆઉટમાં દેખાશે. તેની સાથે સફારી વેબ બ્રાઉઝરમાં નવા ફીચર્સ જેમ કે ટેબ ગ્રૂપિંગ અને ટેબ બુકમાર્કિંગ પણ અપાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post