• Home
  • News
  • અરામકોનો IPO રેકોર્ડ બ્રેક 2940 કરોડ ડૉલરે પહોંચ્યો
post

સાઉદીની અગ્રણી કંપનીએ વધારાના 45 કરોડ શેર વેચ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-13 09:18:31

દુબઇ: સાઉદી અરબની અગ્રણી પેટ્રોલિયમ કંપની સાઉદી અરામકોનો આઇપીઓ રેકોર્ડ 2940 કરોડ ડોલરે પહોંચી ગયો છે. જે અગાઉ જાહેર આંકડા કરતા વધુ છે. કંપનીએગ્રીન શૂ વિકલ્પનો ઉપયોગ કરી રોકાણકારોની માગ પૂરી કરવા માટે લાખો વધારાના શેર્સ વેચ્યા છે.


ટ્રેડિંગના બીજા દિવસે શેર 10 ડોલરે પહોંચી ગયો
કંપનીએ કહ્યું કે આઇપીઓ પ્રક્રિયા હેઠળ 45 કરોડ વધારાના શેર્સ વેચાયા છે. કંપનીનો મોટા ભાગનો હિસ્સો સરકાર પાસે છે. કંપનીએ 11 ડિસેમ્બર સ્થાનિક સાઉદી તદાવુલ એક્સચેન્જમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ટ્રેડિંગના બીજા દિવસે શેર 10 ડોલરે પહોંચી ગયો. તેનાથી અરામકોની માર્કેટ કેપ 2 લાખ કરોડ ડોલરે પહોંચી ગઇ. તેની સાથે તે સહેલાઇથી વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઇ. વધારાના શેર્સ વેચવાનો મતલબ છે કે કંપનીએ જાહેરમાં પોતાના 1.7 ટકા શેર વેચ્યા છે. જો કે તે પહેલાં અરામકોનો આઇપીઓ વિશ્વનું સૌથી મોટું શેર્સ વેચાણ બની ગયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post