• Home
  • News
  • મલાઇકાનો હાથ પકડીને ડિનર ડેટ પર પહોંચ્યો અર્જુન કપૂર
post

એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરા (Malaika Arora) ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ અર્જુન કપૂરે મલાઇકા અરોરાની સાથે સ્પોટ થયો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વયારલ થવા લાગી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 15:35:44

મુંબઈ: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરા (Malaika Arora) ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ અર્જુન કપૂરને મલાઇકા અરોરાની સાથે સ્પોટ થયો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ તસવીરમાં મલાઇકા અને અર્જુન ડિનર ડેટ પર જતા નજર આવે છે. બંને મોડી રાત્રે એક બીજાની સાથે ડિનર કરવાં પહોંચ્યા હતાં. આ સમયે અર્જુન અને મલાઇકાએ એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. આ તસવીરમાં મલાઇકા અરોરા અનેઅર્જુન કપૂર એકબીજાનો હાથ પકડેલાં નજર આવે છે. મલાઇકાએ સફેદ રંગનું ટોપ અને બ્લૂ રંગનું ડેનિમ પહેર્યું હતું. તો અર્જુને બ્લેક એન્ડ બ્લેક ટિ શર્ટ અને ટ્રેક પહેરેલું હતું. આ દરમિયાન બંને એક સાથે ઘણાં જ સુંદર લાગે છે. આ તસવીરોમાં મલાઇકા અને અર્જુન ડિનર ડેટ પર જતાં નજર આવતા હતાં. બંને રાત્રે એકબીજાની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા નજર આવ્યાં.  અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.

adv

Related News

post
post
post
post
post
post
post