• Home
  • News
  • Armaan Kohli ની ડ્રગ્સ કેસમાં કરી ધરપકડ, 12 કલાક ચાલી પૂછપરછ
post

બોલીવુડમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત બાદથી જ સતત ડ્રગ્સ કેસ છવાયેલો છે. સતત બોલીવુડની હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-30 10:52:53

નવી દિલ્હી: બોલીવુડમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત બાદથી જ સતત ડ્રગ્સ કેસ છવાયેલો છે. સતત બોલીવુડની હસ્તીઓના નામ સામે આવી રહ્યા છે. ગત શનિવારે એક્ટર અરમાન કોહલી (Armaan Kohli) ના ઘર પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau) પાડી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તેમને 12 કલાક પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.

અરમાન કોહલી સહિત એક પેડલરની ધરપકડ
એનસીબી (Narcotics Control Bureau) મુંબઇએ આબકારી અધિનિયમની ઘણી કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અરમાન કોહલી (Armaan Kohli) સાથે જ ડ્રગ પેડલર અજય રાજૂ સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આ મામલે આંતરરાષ્ટ્રીય લિંક છે કારણ કે જપ્ત કરવામાં આવેલી કોકીન દક્ષિણ અમેરિકી મૂળની છે. એનસીબી મુંબઇ જપ્ત કોકીનને મુંબઇ લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલા માર્ગ અને લિંકેજની ખબર પડી છે. સાથે જ અન્ય તસ્કરોની સંલિપ્તતાની તપાસ કરવામાં આવી રહી છે. 

કલાકો સુધી પૂછપરછમાં અરમાને આપ્યા નહી સાચા જવાબો 
શનિવારે થયેલી રેડમાં અરમાન કોહલી (Armaan Kohli) ના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યા છે, ત્યારબાદ તેમને NCB ની ઓફિસ લઇ જવામાં આવ્યા હતા અને NCB ના અધિકારીઓએ તેમની સાથે પૂછપરછ કરી. એનસીબીના સ્થાનિક નિર્દેશક સમીર વાનખેડેએ જાણકારી આપતાં કહ્યું હતું કે રેડ બાદ અભિનેતા અરમાન કોહલી (Armaan Kohli) NCB દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબો આપ્યા ન હતા. પછી તેમણે એનસીબી કાર્યાલયમાં પૂછપરછ માટે ધરપકડ કરવામાં આવી. 

શુક્રવારે ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની થઇ હતી ધરપકડ
એનસીબીએ શુક્રવારે ટેલિવિઝન એક્ટર ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી. ગૌરવની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી. ગૌરવના ઘરની થોડીવાર પહેલાં એનસીબીએ રેડ દરમિયાન એમડી ડ્રગ્સ ચરસ અને બીજા ડ્રગ્સ મળી આવ્યા હતા. ગૌરવની ધરપકડ ફિલ્મ કલાકાર એજાજ ખાન સાથે પૂછપરછના આધારે થઇ. 

માર્ચમાં અભિનેતા એજાજ ખાનની થઇ હતી ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસ (Drugs Case) માં એનસીબીએ માર્ચ મહિનામાં અભિનેતા એજાજ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સના કેસમાં ડ્રગ પેડલર શાદાબ બટાટાની ધરપકડ બાદ અભિનેતા એજાજ ખાનનું નામ સામે આવ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post