• Home
  • News
  • એક્ટ્રેસ જેકલીનને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનાર પિંકી ઈરાનીની ધરપકડ
post

પોલીસે કહ્યું કે તેની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ પિંકી ઈરાનીની (Pinki Irani) આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:01:58

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝના 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે મુલાકાત કરાવનારી મુંબઈ સ્થિત એક મહિલા પિંકી ઈરાનીની દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તેની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ પિંકી ઈરાનીની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ એમ પણ કહ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને એક નવો પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે તેને જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈન સામેની ફરિયાદ પાછી ખેંચવા માટે જેલ પ્રશાસન તરફથી ધમકીઓ મળી રહી છે. ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે તેની અગાઉની ફરિયાદોની તપાસ માટે ઉપરાજ્યપાલ કાર્યાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ સમક્ષ તેમનું પહેલું નિવેદન નોંધ્યા બાદ, તેને 15 નવેમ્બરે જેલ પ્રશાસન દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. સુકેશે આ પત્ર તેના વકીલ અશોક કેસિંઘે પત્ર આપ્યો હતો.

સુકેશે કહ્યું- જૈનના નજીકના સહયોગી આપી રહ્યા છે ધમકી

પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પરિવારને 16 અને 17 નવેમ્બરના રોજ જૈનના નજીકના સહયોગીતરફથી ધમકીભર્યા ફોન અને 21 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ જૈન અને મનીષ સિસોદિયાના વેરિફાઈડનંબરો પરથી કેટલાક કોલ્સઆવ્યા હતા. પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે તેમના પરિવારે બંને નેતાઓના નંબર પરથી ફોન કોલનો જવાબ આપ્યો ન હતો ત્યારે તેમના વકીલોને કોલ કરવામાં આવ્યા હતા. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સવાલ એ છે કે સત્યેન્દ્ર જૈન હજુ પણ જેલની અંદર પોતાનો મોબાઈલ કેવી રીતે વાપરી રહ્યા છે અથવા તેમના નિર્દેશ પર તેમના નંબરનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? શા માટે મનીષ સિસોદિયા પણ તેમના સત્તાવાર નંબરો દ્વારા મારા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.


જેકલીન વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની સુનાવણી 12 ડિસેમ્બર સુધી રાખવામાં આવી સ્થગિત

દિલ્હીની એક અદાલતે એક્ટ્રેસે જેકલીન ફર્નાન્ડીઝ, ઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે નોંધાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસની સુનાવણી 12 ડિસેમ્બર સુધી સ્થગિત રાખી છે. ફરિયાદી પક્ષ દલીલો તૈયાર કરવા માટે સમય માંગ્યો, જે પછી વિશેષ જજ શૈલેન્દ્ર મલિકે કેસની સુનાવણી સ્થગિત રાખી હતી. આ કેસમાં 15 નવેમ્બરે જામીન મેળવનાર એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ ટૂંકી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટે 31 ઓગસ્ટે ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લીધા બાદ જેકલીનને હાજર થવા જણાવ્યું હતું.

જેકલીન પર શું છે આરોપ?

જેકલીન ફર્નાન્ડિસ પર 200 કરોડના મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની નજીક હતી. એક્ટ્રેસ પર સુકેશ દ્વારા આપેલી રકમનો ફાયદો ઉઠાવવાનો આરોપ છે. ઈડીએ આ કેસમાં જેકલીનને આરોપી બનાવી છે. બીજી તરફ જેકલીનનું કહેવું છે કે તે પોતે આ કેસમાં પીડિત છે. એવા રિપોર્ટ છે કે જેકલીન અને સુકેશ રિલેશનશિપમાં હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા. જેકલીનને ખુશ કરવા સુકેશ તેને મોંઘીદાટ ગિફ્ટ આપતો હતો. જેકલીન સુકેશ સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post