• Home
  • News
  • આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવૉર્ડ મળ્યો:કહ્યું કે, અત્યાર સુધીની સૌથી બેસ્ટ ગિફ્ટ છે, એવોર્ડ મેળવીને લાગી રહ્યું છે કે, બધી ઈચ્છાઓ પુરી થઇ ગઈ
post

લાઇફટાઇમ અચિવમેન્ટ તથા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:09:14

નવી દિલ્લી: બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસ આશા પારેખને 68માં દાદાસાહેબ ફાળકે એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સર્વોચ્ચ એવૉર્ડ છે. આ એવૉર્ડ એક્ટ્રેસને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા પોતાના યોગદાન બદલ આપવામાં આવે છે. હાલમાં જ આશાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ બાબતે વાતચીત કરી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ એવોર્ડ મેળવીને ખુબ જ ખુશ છું.

મારી બધી ઈચ્છાઓ પુરી થઇ
આશા પારેખે જણાવ્યું હતું કે, આ એવોર્ડ મારા બર્થડેના 2 દિવસ પહેલાં જ મળ્યો હોય 80 વર્ષમાં અત્યાર સુધીની સૌથી બેસ્ટ ગિફ્ટ છે, આ એવોર્ડ મેળવીને હું ખુબ ખુશ છું. એવું લાગી રહ્યું છે કે, મારી બધી ઈચ્છાઓ પુરી થઇ ગઈ છે. શરૂઆતમાં જ્યારે મને ખબર પડી કે, મને એવોર્ડ મળી રહ્યો છે ત્યારે મને વિશ્વાસ આવતો ન હતો. પરંતુ હવે મને લાગી રહ્યું છે કે, મને એવોર્ડ મળી રહ્યો છે.

હાલ ડાન્સ એકેડમી ચલાવે છે
2
ઓક્ટોબર, 1942માં જન્મેલાં આશા પારેખ હાલમાં મુંબઈમાં ડાન્સ એકેડમી 'કારા ભવન' ચલાવે છે. આ ઉપરાંત સાંતાક્રૂઝ, મુંબઈમાં 'બીસીજે હોસ્પિટલ એન્ડ આશા પારેખ રિસર્ચ સેન્ટર' પણ ચાલે છે.આશાએ 10 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મ 'આસમાન'માં ચાઇલ્ડ આર્ટિસ્ટનો રોલ ભજવ્યો હતો. ત્યાર બાદ બિમલ રોયની ફિલ્મ 'બાપ બેટી'માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ ફ્લોપ જતાં તેમણે ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય કર્યો હતો.

16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કમબેક કરવાનો નિર્ણય લીધો
આશાએ 16 વર્ષની ઉંમરમાં બોલિવૂડમાં કમબેક કરવાનો નિર્ણય લીધો હતો. 'ગુંજ ઊઠી શહનાઇ'માં તેઓ કામ કરવા માગતાં હતાં, પરંતુ ડિરેક્ટરે એમ કહીને ના પાડી કે તે સ્ટાર મટિરિયલ નથી. જોકે બીજા જ દિવસે પ્રોડ્યુસર સુબોધ મુખર્જી અને ડિરેક્ટર નાસિર હુસૈને ફિલ્મ 'દિલ દેકે દેખો' માટે સાઇન કર્યા હતા. આ ફિલ્મમાં શમ્મી કપૂર હતા. ફિલ્મ સુપરડુપર હિટ રહી અને આશા પારેખ રાતોરાત સુપરસ્ટાર બની ગયાં. આ ફિલ્મ બાદ હુસૈને આશાને છ ફિલ્મ માટે સાઇન કર્યા હતા, જેમાં 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'ફિર વહી દિલ લાયા હૂ', 'તીસરી મંજિલ', 'બહારો કે સપનેં', 'પ્યાર કા મૌસમ' તથા 'કારવાં' સામેલ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આશા પારેખે ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે.

લાઇફટાઇમ અચિવમેન્ટ તથા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં
આશા પારેખે 95 જેટલી હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. 1999માં 'સર આંખો પર' તેમની છેલ્લી બોલિવૂડ ફિલ્મ હતી. આશાને 11વાર લાઇફટાઇમ અચિવમેન્ટ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 1992માં ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યાં હતાં.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post