• Home
  • News
  • દ. આફ્રિકાની રનના માર્જિનથી સૌથી મોટી હાર, કાંગારુંએ 107 રને હરાવ્યું, એસ્ટન અગરે હેટ્રિક સહિત પાંચ વિકેટ લીધી
post

ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 196 રન કર્યા, સ્મિથે 45 અને ફિન્ચે 42 રનનું યોગદાન આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-22 09:13:40

ઓસ્ટ્રેલિયાએ ત્રણ T-20 સીરિઝની પહેલી મેચમાં જોહાનેસબર્ગ ખાતે દક્ષિણ આફ્રિકાને 107 રને હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન કર્યા હતા. તેમના માટે સ્ટીવ સ્મિથે 45 અને કેપ્ટન આરોન ફિન્ચે 45 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 14.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઇ હતી. એસ્ટન અગરે 4 ઓવરમાં હેટ્રિક સહિત 24 રન આપીને 5 વિકેટ લીધી હતી. તે T-20માં ઓસ્ટ્રેલિયા માટે હેટ્રિક ઝડપનાર બીજો બોલર બન્યો છે. અગાઉ બ્રેટ લીએ 2007માં કેપટાઉન ખાતે બાંગ્લાદેશ વિરુદ્ધ હેટ્રિક લીધી હતી. બીજી T-20 23 ફેબ્રુઆરીએ પોર્ટ એલિઝાબેથ ખાતે રમાશે.

અગરે આ રીતે હેટ્રિક લીધી:

·         7.4 ઓવર: ફાફ ડુ પ્લેસીસ અગરની બોલિંગમાં ડીપ એક્સ્ટ્રા કવર પર રિચાર્ડસનના હાથે કેચ આઉટ થયો.

·         7.5 ઓવર: એંડિલે ફેલુકવાયો અક્રોસ ધ લાઈન રમવા જતા LBW થયો. તેણે રિવ્યુ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહીં

·         8.0 ઓવર: ડેલ સ્ટેન અગરના ફ્લાઈટેડ બોલમાં ડ્રાઈવ મારવા જતા સ્લીપમાં આરોન ફિન્ચના હાથે કેચ આઉટ થયો

ઓસ્ટ્રેલિયા માટે T-20માં શ્રેષ્ઠ દેખાવ:

·         5/24 એસ્ટન અગર v દક્ષિણ આફ્રિકા, જોહાનેસબર્ગ 2020*

·         5/27 જેમ્સ ફોકનર v પાકિસ્તાન, મોહાલી 2016

T-20માં દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર:

·         89 v ઓસ્ટ્રેલિયા, જોહાનેસબર્ગ 2020*

·         98 v શ્રીલંકા, કોલંબો 2018

·         100 v પાકિસ્તાન, સેન્ચુરીયન 2013

રનના માર્જિનથી દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર:

·         107 રન v ઓસ્ટ્રેલિયા, જોહાનેસબર્ગ 2020*

·         95 રન v ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન 2006

·         95 રન v પાકિસ્તાન, સેન્ચુરીયન 2013

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post