• Home
  • News
  • 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી:ચૂંટણીપંચે પેટ્રોલ પંપો પરથી 72 કલાકમાં PMના ફોટોવાળાં હોર્ડિંગ્સ હટાવવાનું કહ્યું; વેક્સિનેશન સર્ટિફિકેટ પર મોદીના ફોટો પર TMCને વાંધો
post

ચૂંટણીપંચે 26 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-04 09:44:52

ઈલેક્શન કમિશને ચૂંટણીવાળા રાજ્યોમાં પેટ્રોલ પંપો પરથી વડાપ્રધાન મોદીના ફોટોવાળાં હોર્ડિંગ્સને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. પંચે એવા તમામ હોર્ડિંગ્સને 72 કલાકની અંદર હટાવવાના આદેશ આપ્યા છે. હાલ પેટ્રોલ પંપો પર સરકારી યોજનાઓના વિજ્ઞાપનમાં મોદીની ફોટો લાગેલી છે. ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ સાથે જ આ તમામ રાજ્યોમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

TMCએ વેક્સિનેશન સર્ટિફિકેટ પર વાંધો ઉઠાવ્યો
ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં તૃણુમૂલ કોંગ્રેસ (TMC)એ કોરોના વેક્સિનેશન પછી મળનારા સર્ટિફિકેટ પર મોદીના ફોટોને લઈને વાંધો ઉઠાવ્યો છે. TMC સહિત વિપક્ષે આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનો પ્રચાર ગણાવ્યો છે.

TMCના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને બુધવારે કહ્યું કે, 'ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. એવામાં કોરોના વેક્સિન સર્ટિફિકેટમાં વડાપ્રધાનનો ફોટો લગાડવો યોગ્ય નથી. અમારી પાર્ટી ચૂંટણી પંચની સામે આ મુદ્દાને ઉઠાવશે.'

જે 5 રાજ્યોમાં ચૂંટણી છે ત્યાંના રાજકીય સમીકરણ
તામિલનાડુઃ ચાર દશકામાં જયલલિતા-કરૂણાનિધિ વગર પહેલી ચૂંટણી
5
ડિસેમ્બર 2016નાં રોજ જયલલિતાના નિધનના બે વર્ષ પછી 2018માં કરૂણાનિધિનું પણ 94 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. કરૂણાનિધિ અને જયલલિતા 40 વર્ષ સુધી તમિલનાડુના રાજકારણમાં બે ધ્રુવ રહ્યાં. આ દરમિયાન જયલલિતા 6 વખત અને કરૂણાનિધિ 5 વખત તામિલનાડુના મુખ્યમંત્રી રહ્યાં. આ આંકડાથી અંદાજો લગાવી શકાય છે કે તામિલનાડુની ચૂંટણીમાં આ વખતે કેટલું ખાલીપણું રહેશે.

આસામઃ NRC પછી પહેલી વખત ચૂંટણી થશે
2016
માં જ્યારે BJPએ આસામમાં પોતાની ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યું, ત્યારે NRC એટલે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ સૌથી મોટો મુદ્દો હતો. BJPએ જોરદાર રીતે તેને લાગુ કરવાનો મુદ્દો ઉઠાવ્યો જેનું પરિણામ એ રહ્યું કે આસામની જનતાએ ભાજપને સત્તામાં લાવી દીધી, પરંતુ ભાજપ માટે સૌથી મોટી સમસ્યા તેને લાગુ કર્યા બાદ આવી છે. NRCને લાગુ કરવાનો હેતુ ઘુસણખોરોની ઓળખ કરવાનો હતો, પરંતુ ફાઈનલ લિસ્ટમાં 19 લાખ લોકોના નામ ન હતા.

કેરળઃ પહેલી વખત લેફ્ટ પોતાનો ગઢ બચાવવા માટે લડશે
ઉત્તર-પૂર્વમાં પોતાના ગઢ ત્રિપુરા ગુમાવ્યા બાદ જ્યારે લેફ્ટનો અંતિમ ગઢ કેરળ છે. બંગાળ અને રાષ્ટ્રીય રાજકારણમાં ગઠબંધનમાં સાથીદાર કોંગ્રેસ કેરળમાં લેફ્ટ માટે મુખ્ય પડકાર છે. પરંતુ આ વખતે સત્તા ગુમાવ્યા બાદ સૌથી મોટી ચિંતા લેફ્ટને પોતાની કોર વોટ બેંક ગુમાવવાની છે. કેરળમાં હિંદુ સમાજ અત્યાર સુધી ડાબેરી વિચારધારાના સમર્થક માનવામાં આવતા હતા. હવે આ હિંદુ વોટરને ભાજપ લવ જેહાદના મુદ્દે પોતાના તરફ ખેંચતી જોવા મળે છે.

પુડ્ડુચેરીઃ કોંગ્રેસના બળવાખોરના જોરે કમળ ઉગાડવાની તૈયારીમાં BJP
કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોના જોરે ભાજપ કમળ ઉગાડવાની તૈયારીમાં છે. અહીં પાર્ટીનો એક પણ ચૂંટાયેલો ધારાસભ્ય નથી. ગત વખતે ભાજપના ત્રણ નોમિનેટેડ ધારાસભ્યો હતા. આ પહેલાં રાજ્યમાં કોંગ્રેસ ગઠબંધન સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરતાં પહેલાં જ પડી ગી. ભાજપે અહીં કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના જૂથમાં લાવીને સરકારને મુસીબતમાં મુકી દીધી હતી. અહીં કોંગ્રેસના 2 મંત્રીઓ સહિત 4 ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસે પોતાના એક ધારાસભ્યને અયોગ્ય જાહેર કર્યો હતો. હાલ અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post