• Home
  • News
  • હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં બસ ખીણમાં ખાબકી, સ્કૂલ બાળકો સહિત 16 લોકોના મોત
post

બસમાં કુલ 45 લોકો સવાર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-04 11:14:55

કુલ્લુ: હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મોટો અકસ્માત સર્જાયો છે. ત્યાં સોમવારે સવારે સૈંજ ઘાટીમાં એક બસ ખીણમાં ખાબકી છે. બસમાં કુલ 45 લોકો સવાર હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. તેમાંથી અત્યાર સુધીમાં 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. બસમાં કેટલાક બાળકો પણ હતા જેઓ સ્કૂલ જઈ રહ્યા હતા. આ પ્રાઈવેટ બસ રસ્તા પરથી પસાર થતા રસ્તા પરથી ખીણમાં પડી હતી. આ બસ સૈંજ ઘાટીના શેંશરથી સૈંજ તરફ આવી રહી હતી. આ દરમિયાન જંગલા નામના સ્થળ પર વળાંક લેતા બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને નીચે ખીણમાં પડી ગઈ હતી. 

મળતી માહિતી પ્રમાણે આ બસમાં સ્થાનિક લોકો ઉપરાંત સ્કૂલના બાળકો પણ હતા જેઓ સૈંજ સ્કૂલ તરફ આવી રહ્યા હતા. એસપી કુલ્લુ ગુરદેવ શર્માએ જણાવ્યું કે, બસના અકસ્માતની માહિતી મળી છે અને પોલીસ ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે.  આ અકસ્માત પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં થયેલો અકસ્માત ખૂબ જ આઘાતજનક છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક તંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post