• Home
  • News
  • આજવામાં હાલ 206.90 ફૂટની સપાટી, હવે જો વરસાદ ખેંચાશે તો નર્મદાનું પાણી લેવું પડશે
post

તંત્ર કહે છે, 205 ફૂટ સુધી શહેરને પાણી મળતું રહેશે, તેથી ઓછી સપાટી હશે તો નર્મદાનું પાણી લેવાની ફરજ પડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 11:04:15

વડોદરા: શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ 13.42% વરસાદ વરસ્યો છે. વરસાદ ઓછો હોવાથી હાલ આજવા સરોવરની સપાટી જુલાઈ મહિનામાં 206.90 છે.જે ગત વર્ષ 209 ફૂટ કરતા 2 ફૂટ ઓછી નોંધાઈ છે.જ્યારે તંત્રના જણાવ્યા અનુસાર 205 ફૂટ સુધી પાણીની કોઈ ચિંતા નથી. જ્યારે સપાટી ઓછી થશે ત્યારે નર્મદામાંથી પાણી લેવામાં આવશે.

જુલાઈ 10 સુધી વડોદરામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે

ઉલ્લેખનીય છે કે , ગત વર્ષના રોજ 10 જુલાઈ સુધી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જ્યારે ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાથી આજવામાં પાણીની આવક સારી હતી.બીજી તરફ ગત વર્ષ અતિવૃષ્ટિ નું વર્ષ હતું.જેથી આજવામાંથી વધારાનું પાણી પણ વિશ્વામિત્રીમાં છોડાયું હતું.જ્યારે આજવામાં પાણીનો સ્ટોક રહ્યો હતો.જ્યારે હાલ જુલાઈ 10 સુધી વડોદરામાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જ્યારે પ્રતાપપુરા સરોવર માંથી પણ આજવામાં પાણી આવતું નથી.જેના પગલે નવા નીર ન આવતા હાલ આજવાની સપાટી 206.90 નોંધાઈ છે.ત્યારે હજુ 205 ફૂટ સુધી શહેરને પાણી મળતું રહેશે.

.જુલાઈ-ઓગસ્ટ 2019માં  શું હતી સ્થિતિ

·         1.   31 જુલાઈ થી 1 ઓગસ્ટના રોજ શહેરમાં 20 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

·         2.   31જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીમાં 38 ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે વડોદરામાં સરેરાશ વરસાદ 40 ઇંચ છે.

·         3.   અતિવૃષ્ટિ ના પગલે આજવાના દરવાજા 211 ફૂટે સેટ કરાયા હતા.

·         4.   વિશ્વામિત્રી 34.50 ફૂટે વહી રહી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post