• Home
  • News
  • વિકી-કેટીના લગ્નમાં ગેસ્ટને સિક્રેટ કોડ મળશે:સેલિબ્રિટી નામની જગ્યાએ કોડથી ઓળખાશે, રૂમ સર્વિસ પણ આ જ કોડ પરથી મળશે
post

કેટરીના કૈફ તથા વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં લગ્ન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-11-29 14:39:25

કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્નની તૈયારીઓ લગભગ પૂરી થવા આવી છે. ઇવેન્ટ કંપનીએ લગ્ન સાથે જોડાયેલી તમામ વિધિનું રિહર્સલ પણ કરી લીધું છે. રણથંભોરમાં નેશનલ પાર્કમાં લગ્નમાં આવનારા તમામ મહેમાનોને ટાઇગર સફારી કરાવવામાં આવશે અને આની તૈયારી પણ પૂરી થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે લગ્નને પૂરી રીતે પ્રાઇવેટ રાખવા માટે મહેમાનોને સિક્રેટ આપવામાં આવ્યા છે. મહેમાનો આ કોડ કહીને વેડિંગ વેન્યૂ પર એન્ટ્રી લઈ શકશે. નવાઈની વાત એ છે કે કેટરીના તથા વિકી કૌશલે લગ્ન અંગે કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરી નથી.

મહેમાનોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે
કેટરીના તથા વિકી કૌશલના લગ્નમાં સામેલ થનારા ગેસ્ટની ઓળખ છુપાવીને રાખવામાં આવશે. હોટલે તમામ ગેસ્ટને નામને બદલે કોડ વહેંચ્યા છે. આ કોડ પ્રમાણે, હોટલની રૂમ સર્વિસથી લઈ ગેસ્ટની સુરક્ષા, બાઉન્સર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ કોઈને ખ્યાલ નહીં આવે કે કયા રૂમમાં કયા મહેમાન રોકાયા છે. આ ઉપરાંત ટાઇગર સફારી પણ આ જ કોડ પ્રમાણે થશે.

ઇવેન્ટ કંપનીએ ટાઇગર સફારી કરી
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, કેટરીના તથા વિકીના લગ્નમાં આવનારા તમામ સ્પેશિયલ ગેસ્ટ માટે ટાઇગર સફારીની તમામ વ્યવસ્થા પૂરી કરી લેવામાં આવી છે. હાલમાં જ કેટ-વિકીના મેનેજર તથા ઇવેન્ટ કંપનીની ટીમે રણથંભોરમાં ટાઇગર સફારી કરી હતી.

જોગી મહેલથી એન્ટ્રી
લગ્નમાં સામેલ થનારા મહેમાનોને ટાઇગર સફારી માટે જોગી મહેલ ગેટથી એન્ટ્રી કરાવવામાં આવશે. ત્યાં સુધી કે ગેસ્ટની સુરક્ષાને ધ્યાન રાખીને ઇવેન્ટ કંપની પ્રાઇવેટ લક્ઝૂરિયસ કારમાં તેમને લાવશે. ત્યારબાદ વન વિભાગના નિયમ પ્રમાણે, મહેમાનો જિપ્સીમાં ટાઇગર સફારી કરશે. ઉલ્લેખનીય છે કે જોગી મહેલ રણથંભોરના ઝોન નંબર 3માં આવેલો છે. આ એક ફોરેસ્ટ રેસ્ટ હાઉસ છે. અહીંયા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી તથા બિગ બી પરિવાર સાથે 7 દિવસ રોકાયા હતા. જોગી મહેલની સામે તળાવે છે અને અહીંથી મહેમાનો વન્યજીવને જોતા હોય છે.

9 ડિસેમ્બરે લગ્ન
કેટરીના કૈફ તથા વિકી કૌશલના લગ્ન 9 ડિસેમ્બરે સવાઈ માધોપુરની સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં યોજાશે. લગ્નના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલશે. એક ચર્ચા પ્રમાણે, કેટરીના કૈફ તથા વિકી કૌશલ મુંબઈમાં પહેલાં કોર્ટ મેરેજ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post