• Home
  • News
  • અથિયા શેટ્ટી-કેએલ રાહુલ એકબીજાના થયા:સુનીલ શેટ્ટીએ લગ્ન બાદ મીઠાઈ વહેંચી, રિસેપ્શનમાં 3000થી પણ વધુ મહેમાનોને આમંત્રણ આપ્યું
post

દીકરીના લગ્ન બાદ સુનીલ શેટ્ટી દીકરા સાથે બહાર આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 18:14:57

અથિયા તથા રાહુલનાં લગ્નની વિધિ સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ 'જહાન'માં થઈ હતી. અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વિધિથી લગ્ન કરી હતી. લગ્નમાં માત્ર 100 મહેમાનને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે. બંનેએ લાલ રંગના નહીં, પરંતુ સફેદ ને ગોલ્ડન રંગના આઉટફિટ પહેર્યા હતા. લગ્નમાં મહેમાનો અને પરિવાર ઢોલના તાલે નાચ્યા હતા.

દીકરીના લગ્ન બાદ સુનીલ શેટ્ટી દીકરા સાથે બહાર આવ્યો
અથિયા તથા રાહુલના લગ્ન સંપન્ન થયા બાદ સુનીલ શેટ્ટી દીકરા અરહાન સાથે ફાર્મહાઉસની બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીએ મીડિયાનો આભાર માન્યો હતો અને મીડિયાને મીઠાઈના બોક્સ આપ્યા હતા.

આ ગ્રાન્ડ વેડિંગમાં ક્રિકેટર ઈશાંત શર્મા, વરુણ એરોન, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ સામેલ થયા હતાં. તમામ મહેમાનોના હાથે લાલ બેન્ડ બાંધવામાં આવ્યો હતો. આ બેન્ડથી ખ્યાલ આવે આવ્યો હતો કે આ મહેમાન આમંત્રિત છે. આ બેન્ડ વગર કોઈ પણ અંદર જઈ શકે તેમ નહોતું. તમામ મહેમાનોનું સિક્યોરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે લગ્નમાં સાઉથ ઇન્ડિયન ફ્યુઝન રાખવામાં આવ્યું છે. લગ્નમાં મહેમાનોને પ્લેટ્સમાં નહીં, પરંતુ ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કેળનાં પત્તાં પર ભોજન પીરસવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post