• Home
  • News
  • અતીક અહેમદને નૈની જેલમાં લઈ જવાયો:UP પોલીસના કાફલાને સાબરમતીથી પ્રયાગરાજ પહોંચતા 24 કલાક લાગ્યા, આઠવાર કાફલો રોકાયો
post

અતીકને રવિવારે સાંજે 6 વાગ્યે સાબરમતી જેલથી લઈને નીકળેલા કાફલાને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલ પહોંચતા 24 કલાકમાં જેટલો સમય લાગ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:59:37

રવિવારની સાંજે 6 વાગ્યે યુપીના માફિયા અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી લઈને પ્રયાગરાજ લગઈ છે. અમદાવાદથી નીકળેલી યુપી પોલીસનો કાફલો વાયા રાજસ્થાન, મધ્યપ્રદેશ થઈ ઉત્તર પ્રદેશ પહોંચ્યો હતો.અતીકને બુધવારે પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદથી પ્રયાગરાજ સુધી યુપી એસટીએફ વાનમાં લગભગ 1300 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અતીકને રવિવારે સાંજે 6 વાગ્યે સાબરમતી જેલથી લઈને નીકળેલા કાફલાને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલ પહોંચતા 24 કલાકમાં જેટલો સમય લાગ્યો હતો. આ પહેલાં ચિત્રકૂટ પાસે મોખ ગામના રેલવે ફાટકે ટ્રેન નીકળતા કાફલો રોકી દેવાયો હતો અને ફાટક ખૂલ્યા બાદ કાફલો રવાના થયો હતો.

ચિત્રકૂટ પાસે મોખ ગામના ફાટક કાફલો થોભ્યો
અતીકને લઈને જઈ રહેલા કાફલોનો ફરી એક વખત રોકાયો છે. ચિત્રકૂટ પાસે રેલવે ફાટક બંધ હોવાના કારણે 10 મિનિટ સુધી આ કાફલાને રોકવાની ફરજ પડી હતી. જે બાદ ફરી આ કાફલો આગળ વધ્યો હતો. આ દરમિયાન અતીકના કાફલામાં ઉત્તર પ્રદેશ પોલીસની 4થી વધુ ગાડીઓ પાઈલોટિંગ કરી રહી હતી. અતીકને લઈને યુપી પોલીસ પ્રયાગરાજ પહોંચી હતી. આવતીકાલે કેસની સુનાવણી થશે.

સવારે 9 વાગ્યે ઝાંસીમાં દોઢ કલાક કાફલો રોકાયો
આજે સોમવારે સવારે નવ વાગ્યે અતીકનો કાફલો ઝાંસી રિઝર્વ પોલીસ લાઇનમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસ જવાનો માટે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. અતીક અહેમદે નાસ્તામાં માત્ર બ્રેડ ખાધી હતી. દોઢ કલાકના રોકાણ પછી અતીકને લઈને UP પોલીસ પ્રયાગરાજ તરફ રવાના થઈ હતી, ત્યાં રસ્તામાં વચ્ચે કાફલાને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વાછરડું ગાડી સાથે ટકરાતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. કાફલો 5 મિનિટ રોકાયા બાદ ફરી આગળ વધ્યો હતો. આ કાફલામાં અતીકના પરિવારની ગાડીઓ પણ જોડાઈ છે અને માહોલ જોતાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post