• Home
  • News
  • ઓસ્ટ્રેલિયાએ ટ્રાઈ સીરિઝની ફાઇનલમાં ભારતને 11 હરાવ્યું
post

કાંગારુંએ ટોસ જીતીને પ્રથમ દાવમાં 6 વિકેટે 155 રન કર્યા, બેથ મૂનીએ 71* રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 10:48:32

ઓસ્ટ્રેલિયાની વુમન્સ ક્રિકેટ ટીમે ટ્રાઈ સીરિઝની ફાઇનલમાં મેલબોર્નના જંકશન ઓવલ ખાતે ભારતને 11 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કાંગારુંએ બેથ મૂનીના અણનમ 71 રનની સહાયથી 20 ઓવરમાં 6 વિકેટે 155 રન કર્યા હતા. રનચેઝમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 144 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 37 બોલમાં 12 ફોરની મદદથી 66 રન કર્યા હતા. જોકે ડાબોડી સ્પિનર જેસ જોનાસને 4 ઓવરમાં 12 રન આપીને ભારતની 5 વિકેટ ઝડપી હતી. તેને તે પ્રદર્શન બદલ પ્લેયર ઓફ મેચનો એવોર્ડ મળ્યો હતો.

બંને ટીમ T-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ટકરાશે
ઓસ્ટ્રેલિયામાં 21 ફેબ્રુઆરીથી વુમન્સ T-20 વર્લ્ડ કપની શરૂઆત થશે. 5-5ના બે ગ્રુપમાં 10 ટીમ કપ જીતવા મેદાને ઉતરશે. પહેલી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છે, જે સિડનીમાં રમાશે. ત્યારબાદ ભારત 24 બાંગ્લાદેશ, 27 ન્યૂઝીલેન્ડ અને 29 શ્રીલંકા સામે રમાશે. ગ્રુપની ટોપની 2 ટીમ સેમિફાઇનલમાં પહોંચશે.