• Home
  • News
  • ઓસ્ટ્રેલિયામાં જંગલની આગમાં હજારો કોઆલા મોતને ભેટ્યા બાદ આ વર્ષે પાર્કમાં પ્રથમવાર કોઆલા જન્મ્યું
post

ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્ક 2 મહિનાના લોકડાઉન બાદ 1 જૂનથી ખૂલશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 09:18:34

ન્યૂ સાઉથ વેલ્સ: ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી આગમાં અનેક વન્ય પ્રાણીએ જીવ ગુમાવ્યો હતો. આ આગમાં અનેક કોઆલા ઘાયલ થયા તો અનેકે જીવ ગુમાવ્યો. કોઆલા ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. જે વૃક્ષો પર રહેતું શાકાહારી પ્રાણી છે. હાલમાં ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્કમાં આગ પછી પ્રથમ કોઆલાનો જન્મ થયો છે. આ બેબી કોઆલાને લઇને બધા ખુશ છે અને પાર્કે તેનો વીડિયો પણ ફેસબુક પર શેર કર્યો છે.

ઝૂકીપરે આ બેબી કોઆલાનું નામ એશરાખ્યું છે. ઝૂકીપર ડેનિઅલ રૂમસેએ કહ્યું કે, બુશફાયર બાદ એશ ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયાની વાઈલ્ડ લાઈફ માટે આશા સમાન છે. અમે કોઆલાની વસ્તી વધારવા માટે પ્રયત્નો કરીશું. એશનો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો હતો, પણ તે આશરે 6 મહિના સુધી તેની માતાનાં ગર્ભમાં રહ્યું હતું, હાલમાં ઝૂકીપરે આ બેબીને જોયું હતું. એશ બધા માટે એક આશાનું કિરણ બનીને આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયન રેપ્ટાઈલ પાર્ક 2 મહિનાના લોકડાઉન બાદ 1 જૂનથી ખૂલશે. એશની સાથે અન્ય પ્રાણીઓ પબ્લિકને મળવા માટે એકદમ તૈયાર છે. ઝૂકીપર ડેનિઅલે કહ્યું કે, અમે ફરીથી પાર્કના દરવાજા ખોલવા આતુર છે. અમે આ ઝૂમાં રોજ કામ કરી રહ્યા છે અને અમને એ પણ ખબર છે કે પાર્કના પ્રાણીઓ મુલાકાતીઓને યાદ કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post