• Home
  • News
  • 1992ની વાત : દિગ્ગજ નેતાઓ અસ્થાયી જેલોમાં બંધ હતા, અડવાણી પુસ્તકો વાંચતા હતા, ઉમાનો દિવસ પૂજાથી શરૂ થતો હતો
post

6 ડિસેમ્બર 1992એ બાબરી ધ્વંશ બાદ 2 FIR દાખલ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-09 11:02:56

લલિતપુરઃ 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં કારસેવકોએ બાબરી ઢાંચો તોડી પાડ્યો. ઘટના બાદ દાખલ 2 FIRના આધારે 8 ડિસેમ્બરે લાલકૃષ્ણ અડવાણી, વિષ્ણુહરિ ડાલમિયા, અશોક સિંઘલ, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને વિનય કટિયારની ધરપકડ કરવામાં આવી. એ જ રાતે તેમને લલિતપુરના માતાટીલા ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવ્યા અને ત્યાં બનાવાયેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા. લલિતપુરના તત્કાલિન ભાજપ અધ્યક્ષ ઓમપ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, લાલકૃષ્ણ અડવાણીનો દિવસ પુસ્તકો વાંચવામાં વ્યતિત થતો હતો. ઉમા ભારતીનો દિવસ પૂજાથી શરૂ થતો અને પૂર્ણ થતો હતો.

 

ઓમપ્રકાશે જણાવ્યું કે, જેલમાં બંધી દરમિયાન 5 જાન્યુઆરી 1993એ મુરલી મનોહર જોશીનો જન્મ દિવસ હતો, પરંતુ અડવાણીએ જેલના નિયમો અનુસાર ઉજવવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે નેતાઓને લાવવાની સૂચના રાત્રે મળી હતી. 9 ડિસેમ્બરે જ્યારે નેતા પહોંચ્યા તો અંદાજે એક કિ.મી. સુધી બેરિકેડિંગ રાખવામાં આવી હતી અને ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ પણ ગેસ્ટ હાઉસમાં બંદોબસ્તમાં હાજર હતા.

 

અડવાણીએ કહ્યું હતું- જેલના નિયમો અનુસાર જ જમશે :
ઓમપ્રકાશે જણાવ્યું કે, જ્યારે અમે નેતાઓના ભોજન અંગે વ્યવસ્થા કરવાની વાત કરી તો અડવાણીજી સહિત તમામ નેતાઓને સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે જેલના નિયમો અનુસાર જ જમશે. વધુ દબાણ કરતા દૂધ અને દહીં પહોંચાડવાની વાત કરી કારણ કે, દરેક નેતા દૂધ પીતા હતા અને દહીં પણ તમામને પસંદ હતું.

 

બપોરે 12 વાગ્યા સુધી હતો મુલાકાતનો સમય :
તેમણે જણાવ્યું કે, કાર્યકર્તાઓ, નેતાઓ અને અન્ય મુલાકાતીઓને 12 વાગ્યા સુધી જ આ નેતાઓને મળવા દેવામાં આવતા હતા. લોનમાં ખુરશીઓ ગોઠવાતી હતી. તેના પર તમામ નેતા બેસતા હતા. ખુરશીઓ ઓછી હતી તેથી મુલાકાતીઓ અને અન્ય લોકો જમીન પર બેસતા હતા. અડવાણી મોટાભાગનો સમય પુસ્તકો સાથે વિતાવતા હતા. મુરલી મનોહર જોશીને માલિશ વધારે પસંદ હતી. ઉમા ભારતીના દિવસની શરૂઆત પૂજાથી થતી હતી અને પૂજા સાથે જ દિવસ પૂર્ણ થતો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય રહી ચૂકેલા મહેન્દ્ર જણાવે છેકે તમામ નેતા રોટી, અરહરની દાળ અથવા મગની દાળ અને લીલી શાકભાજી ભોજનમાં લેતા હતા. અડવાણીજીના ભોજનમાં છાશ અને કેળું પણ રહેતું હતું.

 

બેવાર અસ્થાયી જેલમાં કોર્ટ કાર્યવાહી કરાઈ :
1992
માં ઝાંસી-લલિતપુર સાંસદના પ્રતિનિધિ રહેલા એડવોકેટ પ્રેમચંદ્ર જણાવે છેકે, તમામ લોકો અંદાજે 31 દિવસ માતાટીલા ગેસ્ટ હાઉસમાં રહ્યાં. આ દરમિયાન બેવાર અસ્થાયી કોર્ટ પર જેલમાં મળતી અને તેમની રિમાન્ડ અંગે ચર્ચા કરવામાં આવતી. 10 જાન્યુઆરી 1993એ તમામને જામીન મળ્યા. ઓમપ્રકાશ જણાવે છેકે 5 જાન્યુઆરી 1993એ મુરલી મનોહર જોશીનો જન્મ દિવસ હતો. એ દિવસે તેમને મળવા આવનારા લોકોની ખાસી એવી ભીડ હતી અને રાષ્ટ્રીય સ્તરના તેનાઓ તેમને મળવા પહોંચ્યા હતા. પરંતુ અડવાણીએ જેલમાં બંધ હોવાથી કોઇપણ ઉજવણી કરવા અંગે ઇન્કાર કરી દીધો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post