• Home
  • News
  • CBI કોર્ટ 4 જૂનથી આરોપીઓનાં નિવેદન નોંધશે, લાલકૃષ્ણ અડવાણી સહિત 32 આરોપીઓને હાજર કરાશે
post

બાબરી કેસના 49 આરોપીઓમાંથી 17 મૃત્યુ પામી ચૂક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:26:32

લખનઉ: બાબરી મસ્જિદ વિવાદ મામલે CBI કોર્ટ 4 જૂનથી ભાજપના નેતાઓ સહિત તમામ 32 આરોપીઓનાં નિવેદન નોંધશે. બચાવ પક્ષના વકીલને આરોપીઓ માટે ઉપયુક્ત તારીખ કોર્ટને જણાવવા અને આરોપીઓને હાજર કરવાનું શરૂ કરવા કહેવાયું છે. અગાઉ વિશેષ કોર્ટ(અયોધ્યા કેસ)એ 18 મેના રોજ સીબીઆઈને અમુક નિર્દેશ આપ્યા હતા. તેમાં કહેવાયું હતું કે બાબરી મસ્જિદ વિવાદ મામલે સુનાવણી કરવાના ઉદ્દેશ્યથી કોર્ટરૂમમાં વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે યુપીના મુખ્ય સચિવને પત્ર મોકલવામાં આવે.


વિનય કટિયાર, ઉમા ભારતી પણ આરોપી 
વિવાદિત માળખા મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપ નેતા મુરલી મનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા ચંપત રાય વગેરે આરોપીઓ છે. વિશેષ જજ એસ.કે.યાદવે તેમના આદેશમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે સુપ્રીમકોર્ટે ગત આઠ મેના રોજ વિશેષ કોર્ટને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યવાહી જારી રાખવાનો નિર્દેશ આપ્યો છે કેમ કે કોરોના ચેપના કારણે જાહેર લૉકડાઉનમાં ફરિયાદીઓ અને સાક્ષીઓને કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર કરવા મુશ્કેલ હશે. 


49
કેસ નોંધાયા હતા
વિશેષ કોર્ટની અરજી પર સુપ્રીમકોર્ટે કેસની સુનાવણી પૂરી કરવાની મુદતને 31 ઓગસ્ટ સુધી વધારી હતી. વિશેષ સીબીઆઈ કોર્ટ ફરિયાદી પક્ષના નિવેદન નોંધી ચૂકી છે અને હવે તેને આઈપીસીની કલમ 313 હેઠળ આરોપીઓના નિવેદન નોંધવાના છે. ખરેખર 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદ કરવા મામલે 49 કેસ નોંધાયા હતા. 

adv

Related News

post
post
post
post
post
post
post