• Home
  • News
  • બનાસકાંઠાના આવશે અચ્છે દિન,સુઝુકી કંપની બનાસ ડેરીના સહયોગથી બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપશે
post

250 કરોડના ખર્ચે 5 બાયો CNGના પ્લાન્ટ સ્થાપશે; 2025 સુધીમાં કાર્યરત થશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-07-27 12:29:07

બનાસકાંઠા: સુઝુકી કંપનીની ટીમ બનાસકાંઠાની મુલાકાતે આવી હતી. કંપનીએ આખું વિશ્વ છોડી બનાસકાંઠા બાયો CNG પ્લાન્ટ નાખવા માટે રસ દાખવ્યો છે. બનાસ ડેરીના સહયોગથી ₹250 કરોડના ખર્ચે પાંચ પ્લાન્ટ સ્થપાશે. જે 2025 સુધીમાં કાર્યરત થશે.વર્લ્ડ વાઇડ જાયન્ટ કંપની સુઝુકી મોટર કંપનીએ પોતાના ભાવી બાયો સીએનજી પ્રોજેક્ટ માટે વિશ્વભરમાં અભ્યાસ બાદ બનાસ ડેરીની પસંદગી કરી છે. જેમાં રૂપિયા 250 કરોડના ખર્ચે બનાસ ડેરી અને એનડીડીબી સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પાંચ બાયો સીએનજીના પ્લાન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. આજે કંપનીના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની ટીમે બનાસ ડેરી તેમજ ડેરી સંચાલિત બાયો સીએનજી પ્લાન્ટની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠામાં 5 બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પર્યાવરણ જાળવણી અને કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની દિશામાં એક મહત્ત્વનું કદમ ભર્યું છે. પશુઓના છાણમાંથી બાયો સીએનજી તૈયાર કરીને વાહનો દોડતા થાય અને એની ગૌણ પેદાશમાંથી ઉત્તમ પ્રકારનું લિક્વિડ પ્રાકૃતિક ખાતર પેદા થાય એ દિશામાં આગળ વધવા બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની વચ્ચે મહત્વપૂર્ણ કરાર થયા છે. સુઝુકી કંપની બનાસકાંઠા જિલ્લામાં પાંચ સીએનજી પ્લાન્ટ સહ સ્ટેશનો ઊભા કરવા રૂ.250 કરોડથી વધુના રોકાણ કરશે. આ ઉપરાંત સાથે સાથે કેટલીક ટેક્નોલોજી પણ પૂરી પાડશે.

બનાસ ડેરીના સહયોગથી 250 કરોડના ખર્ચે નિર્માણ પામશે
પશુપાલકોના પશુઓના છાણ, મૂત્રમાંથી એક સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી 2019માં બનાસ ડેરીએ ડીસા તાલુકાના દામા ગામ ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્થાપી બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પ્રોજેક્ટથી પ્રેરાઇને જાપાનની જાણીતી મોટરકાર કંપની સુઝુકીએ વિશેષ રસ દાખવી વધુ ચાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા બનાસ ડેરી સાથે કરાર કર્યા હતા.

આ પ્લાન્ટ 2025 સુધીમાં કાર્યરત થશે
હવે આ પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે અને દૈનિક પાંચ લાખની ક્ષમતા સાથેના કુલ પાંચ સીએનજી પ્લાન્ટ્સ સાથે ફિલિંગ સ્ટેશનો ઊભા કરવામાં આવશે. જે 2025 સુધીમાં કાર્યરત થશે. આ પ્લાન્ટ હયાત પ્લાન્ટ ઉપરાંત ધાનેરા, વડગામ, દીયોદર અને ડીસા ખાતે સ્થપાશે. પ્લાન્ટ માટે બનાસ ડેરી દ્વારા જમીન ફાળવવામાં આવશે. જ્યારે પ્લાન્ટ અને સ્ટેશન તેમજ અન્ય ટેક્નોલોજીકલ મળી રૂ.250 કરોડથી વધુના રોકાણ સુઝુકી કંપની દ્વારા થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post