• Home
  • News
  • ઈન્ડિયા-Aએ સામે બાંગ્લાદેશ-A 112 રનમાં જ ખખડી ગયું:સૌરભ કુમારે 4 અને નવદિપ સૈનીએ 3 વિકેટ ઝડપી, બાંગ્લાદેશના 8 બેટર્સ 10ના આંકડાને પાર ના કરી શક્યા
post

ઈન્ડિયા-A પછી ડિસેમ્બર મહિનામાં સીનિયર ટીમ પણ બાંગ્લાદેશની ટૂર કરવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-29 19:42:36

યુવાઓની સટીક બોલિંગના કારણે ઈન્ડિયા-Aએ પહેલા અનઑફિશિયલ ટેસ્ટમાં બાંગ્લાદેશ-Aને પહેલા જ દિવસે 112 રને ઓલઆઉટ કરી દીધું હતું.

આજે શરૂ થયેલી આ મેચમાં ઈન્ડિયા-Aના કેપ્ટન અભિમન્યું એશ્વરને ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને તેમના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા નવદિપ સૈનીએ બાંગ્લાદેશને એક રને જ પહેલો ઝટકો આપ્યો હતો. આના પછી બાંગ્લાદેશની ટીમની વિકેટ નિયમિત અંતરે પડતી ગઈ હતી.

6 વિકેટ પેસર્સે ઝડપી, 4 વિકેટ સ્પિનર્સના નામે રહી
પહેલી ઇનિંગની 6 વિકેટ ફાસ્ટ બોલર્સના નામે રહી હતી. જ્યારે 4 વિકેટ સ્પિનર્સે લીધી હતી. ઈન્ડિયા-Aની તરફથી ડાબા હાથના સ્પિનર સૌરભ કુમારે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. તેના ઉપરાંત નવદિપ સૈનીએ ત્રણ, જ્યારે મુકેશ કુમારને બે અને અતીત શેઠને એક વિકેટ મળી હતી.

મોસાદ્દેકની ફિફ્ટી, 8 બેટર્સ ડબલ ડિજીટ સુધી પહોંચી જ ના શક્યા
બાંગ્લાદેશ-Aની તરફથી સૌથી વધુ રન મોસાદ્દેક હુસૈને 63 રન બનાવ્યા હતા. તેણે 88 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 63 રન કર્યા હતા. મોસાદ્દેક ઉપરાંત નુજુમલ હસન શાંતોએ 19 રન અને તૈજુલ ઇસ્લામે 12 રન કર્યા હતા. બાકીના આઠ બેટર્સ 10ના આંકડાને પણ પાર કરી શક્યો નહોતા.

સીનિયર ટીમ પણ બાંગ્લાદેશની ટૂર કરશે
ઈન્ડિયા-A પછી ડિસેમ્બર મહિનામાં સીનિયર ટીમ પણ બાંગ્લાદેશની ટૂર કરવાની છે. જ્યાં પહેલા ત્રણ વનડે મેચ અને બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી વન-ડે મેચ 4 ડિસેમ્બરે મીરપુરમાં રમાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post