• Home
  • News
  • બાંગ્લાદેશ પાસે ફક્ત પાંચ મહિના ચાલે તેટલું જ ફોરેન એક્સચેન્જ રિઝર્વ
post

આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણ સહિતની આવશ્યક વસ્તુઓના ભાવ વધતા બાંગ્લાદેશનો આયાત ખર્ચ 9 મહિનામાં 44 ટકા વધશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-17 11:05:16

નવી દિલ્હી : ભારતના પાડોશી દેશ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશના ચલણના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે અને ફોરેન એક્સચેન્જ  રિઝર્વ ખાલી થઇ ગયું છે. આ દરમિયાન ભારતના અન્ય એક પાડોશી દેશ બાંગ્લાદેશનું પણ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ખાલી થવાની તૈયારીમાં છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં જરૂરી વસ્તુઓ, કાચું માલ, ઇંધણ જેવી વસ્તુઓના ભાવમાં ભારે વધારાને કારણે બાંગ્લાદેશના અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જુલાઇથી માર્ચ સુધીના સમયગાળામાં બાંગ્લાદેશના આયાત ખર્ચમાં ૪૪ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 

બાંગ્લાદેશના એક અખબારના અહેવાલ અનુસાર જે ઝડપથી બાંગ્લાદેશનો આયાત ખર્ચ વધી રહ્યો છે તેની સામે નિકાસથી થનારી આવક વધી રહી નથી. જેના કારણે વેપાર ખાધ સતત વધી રહી છે અને ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર દબાણ વધી રહ્યું છે.

વેપાર ખાધ છેલ્લા અનેક મહિનાઓેથી વધી રહી છે અને બાંગ્લાદેશ પોતાના આયાત બિલની ચુકવણી માટે પોતાની પાસે જમા ડોલરને વેચી રહ્યું છે. દેશમાં જેટલું વિદેશી ચલણ બાકી રહ્યું છે તેનાથી ફક્ત પાંચ જ મહિના આયાત બિલની ચુકવણી થઇ શકશે. જો બાંગ્લાદેશનું આયાત બિલ વધશે તો પાંચ મહિના પહેલા જ ફોરન એક્સચેન્જ રિઝર્વ ખાલી થઇ જશે.

હાલમાં બાંગ્લાદેશની પાસે ૪૨ અબજ અમેરિકન ડોલરનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે. જો કે આઇએમએફ બાંગ્લાદેશને યોગ્ય રીતે ફોરેન એક્સચેન્જની ગણતરી કરવાનું કહી રહ્યું છે . જો નિકાસ ક્રેડિટ ફંડ, સરકારી પ્રોજેક્ટ, શ્રીલંકાને આપવામાં આવેલી રકમ અને બાંગ્લાદેની સરકારી બેંકમાં જમા રકમ બાદ કરીએ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સાત અબજ ડોલરનો ઘટાડો થશે. બાંગ્લાદેશ માટે એક જ આશાનું કિરણ નિકાસની આવકમાં વૃદ્ધિ છે. જો ટેક્સટાઇલ, કૃષિ ઉત્પાદનો, ચામડાની વસ્તુઓની નિકાસમાં વૃદ્ધિ થશે તો બાંગ્લાદેશના ફોરેન એક્ચેન્જ રિઝર્વમાં વધારો થશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post