• Home
  • News
  • લોન માંડવાળ કરતા, બેંક લોન ફ્રોડનો આંકડો બમણો!
post

રૂ.૧૦ લાખ કરોડની લોન માંડવાળ કરતા દેશમાં બેંકો સાથે લોન મેળવવામાં છેતરપીંડી કરનારા કોર્પોરેટનો આંક ચોકાવનારો છે!

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-09 17:17:45

અમદાવાદ: નાણા મંત્રાલયે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૧૦ લાખ કરોડથી વધારે રકમની બેંક લોન માંડવાળ કરી નાખવામાં આવી હોવાની માહિતી રાજ્યસભામાં ગત સપ્તાહે આપી હતી અને તેના કરને મોટો હોબાળો મચી ગયો હતો. વિરોધ પક્ષ દ્વારા સરકારના શાસનમાં આ રીતે લોનની માંડવાળનું પ્રમાણ વધી રહ્યું હોવા અંગે માછલા ધોવામાં આવ્યા હતા. જોકે, સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા બેંકો સાથેની છેતરપિંડીના આંકડા માંડવાળ કરતા પણ વધારે ચોંકાવનારા છે. 

નાણા મંત્રાલયે આપેલી વિગતો અનુસાર બેંકોમાં રૂ.૧૦૦ કરોડથી વધારાની લોન મંજૂર થઇ હોય, લોન લેનાર કંપની તરીકે નોંધાયેલા હોય એવા પણ લોનમાં છેતરપિંડી થઇ હોવાનું પછીથી બહાર આવ્યું હોય તેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દર વર્ષે બેંકોએ માંડવાળ કરેલી લોન કરતા છેતરપિંડીનો આંકડો બમણો હોવાનું સરકારનો આ લેખિત જવાબ પુરવાર કરે છે. 

Rs Crore

 

Bank Frauds

Loan

How Many Times?

As On

Public Sector Banks

Private Sector Banks

Total

Write Off

Fraud Vs

Write Off

31.03.2015

81,921

11,370

93,291

 

 

31.03.2016

307,513

28,135

335,648

 

 

31.03.2017

399,266

56,392

455,658

 

 

31.03.2018

571,676

79,378

651,054

161,328

4.04

31.03.2019

417,574

114,276

531,850

236,265

2.25

31.03.2020

334,892

123,661

458,553

234,170

1.96

31.03.2021

262,155

91,308

353,463

202,781

1.74

31.03.2022

216,206

79,638

295,844

157,096

1.88

 

ઉપરોક્ત આંકડા દર્શાવે છે કે બેંકો સાથે ફ્રોડ કે છેતરપિંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. માર્ચ ૨૦૧૫ના અંતે રૂ.૯૩,૨૯૧ કરોડ સામે તે વધી માર્ચ ૨૦૨૨ના અંતે રૂ.૨,૯૫,૮૪૪ કરોડ પાંચી ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં બેંકો સાથે છેતરપિંડીના સૌથી મોટા કિસ્સા બહાર આવ્યા હતા. આ વર્ષે બેંકો સાથે રૂ.૬,૫૧,૦૫૪ કરોડની છેતરપીંડી થઇ છે. બેંકોએ કરેલી લોન માંડવાળ સામે આ પ્રમાણ ૪.૦૪ ગણું છે. આ પછીના વર્ષોમાં બેંકો સામે છેતરપીંડી ઘટી છે પણ અટકી નહી અને ગત વર્ષે માંડવાળ સામે આ પ્રમાણ ૧.૮૮ ગણું રહ્યું હતું. 

અહી નોંધવું જોઈએ કે તાજેતરમાં જ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ એબીજી શીપયાર્ડ સામે રૂ.૨૨,૮૪૨ કરોડનો કોર્પોરેટ ઈતિહાસનો સૌથી મોટો બેંક લોન ફ્રોડ કેસ નોંધ્યો હતો. આ કેસ ફેબ્રુઆરીમાં નોંધાયો એના પછી દિવાન હાઉસિંગ એન્ડ ફાઈનાન્સ (DHFL) સામે રૂ.૩૪,૬૧૫ કરોડનો બેંકો સાથે લોનની ઉચાપતનો કેસ નોંધાયો છે. માત્ર છ મહિનાના ગાળામાં બે સૌથી મોટા કેસ નોંધાયા છે. આ દર્શાવે છે કે બેંકો તેના ગ્રાહકોને લોન આપવા માટે ભલે ગમે તેટલી નવી સીસ્ટમ અમલમાં મુકે, લોન લઇ નાણા ઓળવી જનારા લોકો છીંડા શોધી જ લેતા હોય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post