• Home
  • News
  • લોકડાઉનમાં બારડોલીની મીંઢોળા નદીના નીર થયા શુદ્ધ,70થી વધુ ટીડીએસ ઘટ્યું, પાણીની ગુણવત્તા સુધરી
post

જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 300થી વધુ ટીડીએસ રહ્યું હતું, તાજેતરમાં બે માસમાં 221 થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 10:24:23

બારડોલી: માર્ચ માસમાં સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થયા બાદ પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. જેના કારણે નદીના પાણી પણ શુદ્ધ  થયા છે. બારડોલી નગરની મીંઢોળા નદીનું પાણી પણ ચોખ્ખું થયું છે.  જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નદીનું પાણીનું ટીડીએસ 300થી વધુ આવતું હતું. જેનું બે માસમાં સુધારો થયો છે. હાલ 221 ટીડીએસ આવી રહ્યું છે. 

બારડોલી નગરની મીંઢોળા નદીનું પાણી લોકડાઉનમાં સુધારો થયો છે. પાલિકા મીંઢોળાનું પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી નગરમાં વિતરણ કરે છે, જેના કરાણે રોજિંદા પાણીની ચકાસણી કર્યા બાદ નગરજનોને વહેંચણી થાય છે. દેશમાં માર્ચ માસમાં લોકડાઉન જાહેર થયા બાદ ઔદ્યોગિક એકમો, વાહનો બંધ થતાં જ પ્રદૂષણમાં ઘટાડો થયો છે. જેની સામે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. બારડોલી નગરપાલિકાના ફિલ્ટરેશન પ્લાન્ટમાં મીંઢોળા નદીનું પાણી જાન્યુઆરી ફેબ્રુઆરીમા 270થી 300 સુધી ટીડીએસનું આવતું હતું, જેમાં માર્ચ, એપ્રિલ, મે દરમિયાન ઘટાડો થયો છે. હાલમાં 25મી મેના રોજ ટીડીએસ 221 નોંધાયું છે. મીંઢોળા નદીમાં છીછરુ પાણી હોય ત્યાં કાચ જેવું ચોખ્ખુ જોવા મળી રહ્યું છે. કોરોના મહામારીમાં લોકો ઘરમાં રહેતા પર્યાવરણમાં સુધારો આવ્યો કહી શકાય. જે પાણીની ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો છે.

પાણીની ક્વોલિટી સુધરી છે
મીંઢોળા નદીનું પાણી લોકાડઉનના સમયમાં ક્વોલિટી સુધારો જોવા મળ્યો છે. ટીડીએસ પણ ખાસો સુધારો જોવા મળ્યો છે. - કિરણ ચૌધરી, હાઈડ્રોલીક એન્જિનિયર, બારડોલી
આટલું ચોખ્ખું પાણી લોકાડાઉનમાં જોવા મળ્યું છે
લોકડાઉનના કારણે ઉદગ્યોગ બંધ થતાં જ પાણીની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. મીંઢોળા નદીનું પાણી આટલું શુદ્ધ લોકડાઉનમાં જ મે જોયું છે. પાણીની શુદ્ધતા આ પ્રમાણે પણ જળવાય રહે તેવા પ્રયોજનો કરવા જોઈએ.- કિર્તી સોલંકી, પર્યાવરણ પ્રેમી, બારડોલી

બારડોલી નગરની મીંઢોળા નદીનું પાણી લોકડાઉનમાં સુધારો થયો છે. પાલિકા મીંઢોળાનું પાણી ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી નગરમાં વિતરણ કરે છે.

પાંચ મહિનાનું ટીડીએસ

·          જાન્યુઆરી - ફેબ્રુઆરી 270થી 300

·          25મી માર્ચ  237

·          25મી એપ્રિલ 231

·          25મી મે 221

 

adv

Related News

post
post
post
post
post
post
post