• Home
  • News
  • ચેમ્પિયન્સ લીગ:બાયર્ન મ્યુનિખ 100% વિજયનો રેકોર્ડ ધરાવતી ત્રીજી ટીમ, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં
post

બાર્સિલોના અને માન્ચેસ્ટર સિટીએ પણ પોતાની ચારેય મેચ જીતી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 11:38:01

બાયર્ન મ્યુનિખ યુરોપની સૌથી મોટી ફૂટબોલ લીગની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ચેમ્પિયન્સ લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન બાયર્ન મ્યુનિખે ઓસ્ટ્રિયાની ક્લબ રેડ બુલ સાલ્ઝબર્ગને 3-1થી હરાવીને ગ્રૂપ રાઉન્ડમાં સળંગ ચોથો વિજય મેળવ્યો. બાયર્ન મ્યુનિખ ગ્રૂપમાં 100% વિજયનો રેકોર્ડ ધરાવતી ત્રીજી ટીમ બની છે. બાર્સિલોના અને માન્ચેસ્ટર સિટીએ પણ પોતાની ચારેય મેચ જીતી છે.

·         ઈટાલીની ફૂટબોલ ક્લબ એટલાન્ટાએ છેલ્લી ચેમ્પિયન લિવરપૂલને તેના ઘરેલુ એનફીલ્ડ સ્ટેડિયમમાં 2-0થી હરાવી.

·         સ્પેનિશ ક્બલ રિયલ મેડ્રિડે ઈટાલિયન ક્લબ ઈન્ટર મિલાનને 2-0થી હરાવી. રિયલ જો આગમી મેચ જીતે છે તો 25મી વખત પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે.

·         માન્ચેસ્ટર સિટીએ ઓલિમ્પિયાકોસને 1-0થી હરાવીને પ્રી-ક્વાર્ટરમાં સ્થાન મેળવ્યું. માન્ચેસ્ટર સિટી લીગની છેલ્લી 14 ગ્રૂપ મેચમાં હારી નથી. તેણે 11 જીતી છે અને 3 ડ્રો રમી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post